<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th November 2025

૮ ડિસેમ્બરથી 'એનએસઈ' પર 'એફએન્ડઓ' સેગમેન્ટમાં 'પ્રિ-ઓપન સેશન' શરૂ: ટ્રેડિંગનો સમય સવારે ૯ થી ૯:૧૫ સુધી

નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઈ) એ ઇક્વિટી ડેરિવેટિવ્ઝ (ફ્યુચર્સ એન્ડ ઓપ્શન્સ - એફએન્ડઓ) સેગમેન્ટમાં પ્રિ-ઓપન સેશન શરૂ કરવાની જાહેરાત કરી છે. આ નવી વ્યવસ્થા ૮ ડિસેમ્બર, ૨૦૨૫થી અમલમાં આવશે. આ પગલું એફએન્ડઓ કોન્ટ્રાક્ટ્સમાં ભાવની શોધ (પ્રાઇસ ડિસ્કવરી) સુધારવા અને બજારને વધુ સરળ શરૂઆત આપવાના ઉદ્દેશ્યથી લેવામાં આવ્યું છે.

પ્રિ-ઓપન સેશન સવારે ૯ વાગ્યાથી ૯:૧૫  વાગ્યા સુધી ૧૫ મિનિટ માટે યોજાશે અને તે કોલ ઓક્શન મિકેનિઝમ પર આધારિત હશે. આ સેશન ઇન્ડેક્સ ફ્યુચર્સ અને સિંગલ સ્ટોક ફ્યુચર્સ એમ બંને માટે લાગુ થશે. આ ૧૫  મિનિટનો સમયગાળો ત્રણ ભાગમાં વહેંચાયેલો છે: ઓર્ડર એન્ટ્રી (૯ - ૯:૦૮), ઓર્ડર મેચિંગ અને ટ્રેડ કન્ફર્મેશન (૯:૦૮ - ૯:૧૨), અને બફર પીરિયડ (૯:૧૨ - ૯:૧૫). 

શરૂઆતમાં આ સેશન વર્તમાન મહિનાના ફ્યુચર્સ કોન્ટ્રાક્ટ્સ માટે લાગુ થશે, અને એક્સપાયરીના છેલ્લા પાંચ ટ્રેડિંગ દિવસોમાં તે પછીના મહિનાના કોન્ટ્રાક્ટ્સ સુધી લંબાવવામાં આવશે.

(12:14 PM IST)