<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th November 2025

બિહાર સરકાર અને અદાણી પાવર વચ્ચેના વીજ કરારમાં મોટા કૌભાંડનો પૂર્વ કેન્દ્રીય મંત્રી આર.કે. સિંહનો સનસનાટીપૂર્ણ આક્ષેપ

કેન્દ્ર સરકારના પૂર્વ વીજળી મંત્રી આર.કે. સિંહે બિહાર સરકાર અને અદાણી પાવર લિમિટેડ વચ્ચે થયેલા વીજળી ખરીદીના સોદામાં મોટા કૌભાંડના આક્ષેપો કર્યા છે. વર્ષ ૨૦૧૭થી ૨૦૨૪ દરમિયાન કેન્દ્રીય વીજ મંત્રી રહેલા સિંહે દાવો કર્યો છે કે બિહાર સરકારે અદાણી પાવર સાથે આગામી ૨૫ વર્ષ માટે પ્રતિ યુનિટ રૂપિયા ૬થી વધુના વધારેલા ભાવે વીજળી ખરીદવાનો કરાર કર્યો છે, જે અસામાન્ય રીતે ઊંચો ભાવ છે.

આર.કે. સિંહે આ વીજ કરારની કિંમતો પર સવાલ ઉઠાવ્યા છે અને આક્ષેપ કર્યો છે કે આનાથી રાજ્યની જાહેર તિજોરીને મોટું નુકસાન થશે અને આ આખું ડીલ અનિયમિતતાઓથી ભરેલું છે. 

તેમના મતે, આટલા ઊંચા દરે વીજળી ખરીદવાનો કરાર રાજ્યના હિતમાં નથી અને આ સોદાની ઝીણવટભરી તપાસ થવી જોઈએ. પૂર્વ મંત્રીના આ ગંભીર આક્ષેપોએ રાજકીય અને ઊર્જા ક્ષેત્રે હલચલ મચાવી દીધી છે.

(1:31 PM IST)