<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th November 2025

આંધ્ર પ્રદેશમાં હિન્‍દુજા ગ્રુપનું રૂપિયા વીસ હજાર કરોડનું મહા-રોકાણઃ ઊર્જા અને ઇલેક્‍ટ્રિક વ્‍હીકલ સેક્‍ટરમાં આવશે ક્રાંતિ

આ તબક્કાવાર રોકાણ હેઠળ, ગ્રુપ વિશાખાપટ્ટનમમાં તેના હાલના ૧,૦૫૦ મેગાવોટના થર્મલ પાવર પ્‍લાન્‍ટની ક્ષમતામાં ૧,૬૦૦ મેગાવોટનો વધારો કરશે

નવી દિલ્‍હી, તા.૪: હિન્‍દુજા ગ્રુપ દ્વારા આંધ્ર પ્રદેશમાં ઉર્જા અને ઇલેક્‍ટ્રિક વ્‍હીકલ (વીજળીકળત વાહન) ક્ષેત્રમાં રૂપિયા વીસ હજાર કરોડનું મોટું રોકાણ કરવાની જાહેરાત કરવામાં આવી છે. રાજ્‍ય સરકારે આ માટે ગ્રુપ સાથે સમજૂતી કરાર (એમઓયુ) પર હસ્‍તાક્ષર કર્યા છે. આ તબક્કાવાર રોકાણ હેઠળ, ગ્રુપ વિશાખાપટ્ટનમમાં તેના હાલના ૧,૦૫૦ મેગાવોટના થર્મલ પાવર પ્‍લાન્‍ટની ક્ષમતામાં ૧,૬૦૦ મેગાવોટનો વધારો કરશે. આ ઉપરાંત, રાયલસીમા પ્રદેશમાં મોટા પાયે સોલાર અને વિન્‍ડ પાવર પ્રોજેક્‍ટ્‍સ સ્‍થાપિત કરવામાં આવશે.

સૌથી મહત્‍વપૂર્ણ જાહેરાત કળષ્‍ણા જિલ્લાના મલ્લવલ્લી ખાતે ઇલેક્‍ટ્રિક બસ અને લાઇટ કોમર્શિયલ વ્‍હીકલ (હળવા વ્‍યાપારી વાહન) ઉત્‍પાદન પ્‍લાન્‍ટ સ્‍થાપવાની છે, જે રાજ્‍યના ઇલેક્‍ટ્રિક વાહન ઇકોસિસ્‍ટમને મોટો વેગ આપશે. સાથોસાથ, સમગ્ર રાજ્‍યમાં ઇલેક્‍ટ્રિક વાહન ર્ચાજિંગ સ્‍ટેશનોનું નેટવર્ક પણ ઊભું કરાશે.

મુખ્‍યમંત્રી એન. ચંદ્રાબાબુ નાયડુએ આ રોકાણને આંધ્ર પ્રદેશને ભારતનું ક્‍લીન એનર્જી અને ઇલેક્‍ટ્રિક વાહન કેપિટલ બનાવવાની દિશામાં એક મોટો વળાંક ગણાવ્‍યો છે.

(3:50 PM IST)