<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th November 2025

દિલ્‍હીમાં પ્રદૂષણની સ્‍થિતિ ગંભીર આઈટીઓ વિસ્‍તારમાં AQI ૩૪૭ નોંધાયો

વિવિધ વિસ્‍તારોમાં હવાની ગુણવત્તા સતત ખૂબ જ ખરાબ શ્રેણીમાં જળવાઈ રહી છે

નવી દિલ્‍હ, તા.૪: રાષ્‍ટ્રીય રાજધાની દિલ્‍હીમાં હવાની ગુણવત્તા અત્‍યંત ખરાબ સ્‍તરે પહોંચી ગઈ છે. કેન્‍દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના આંકડાઓ મુજબ, દિલ્‍હીના આઇટીઓ વિસ્‍તારમાં હવા ગુણવત્તા સૂચકાંક - એર ક્‍વોલીટી ઇન્‍ડેક્‍સ (એકયુઆઈ) ૩૪૭ પર પહોંચ્‍યો છે, જે ખૂબ જ ખરાબ શ્રેણીમાં ગણાય છે.

વિગતવાર જોઈએ તો દિલ્‍હી-એનસીઆરમાં ઠંડીની શરૂઆત થતાની સાથે જ પ્રદૂષણનું સ્‍તર ચિંતાજનક રીતે વધ્‍યું છે.

દિલ્‍હીવાસીઓ ફરી એકવાર ઝેરી હવામાં શ્વાસ લેવા મજબૂર બન્‍યા છે. વિવિધ વિસ્‍તારોમાં હવાની ગુણવત્તા સતત ખૂબ જ ખરાબ શ્રેણીમાં જળવાઈ રહી છે.

તાજેતરના આંકડાઓ અનુસાર, રાજધાનીના મહત્ત્વના ગણાતા આઇટીઓ (ઇન્‍કમ ટેક્‍સ ઓફિસ) વિસ્‍તારમાં એકયુઆઈ ૩૪૭ નોંધાયો છે, જે આરોગ્‍ય માટે અત્‍યંત જોખમી માનવામાં આવે છે.

આટલું ઊંચું પ્રદૂષણ સ્‍તર વળદ્ધો, બાળકો અને શ્વાસની બીમારીથી પીડાતા લોકો માટે ગંભીર સ્‍વાસ્‍થ્‍ય સમસ્‍યાઓ ઊભી કરી શકે છે. સરકારી એજન્‍સીઓ પ્રદૂષણ નિયંત્રણ માટે તાત્‍કાલિક પગલાં લે તેવી અપેક્ષા છે.

(3:13 PM IST)