હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Tuesday, 4th November 2025
સિક્કિમમાં સરકારી ડ્રેસ-કોડ :દર ગુરુવારે ટ્રેડિશનલ વસ્ત્રો જ પહેરવાનાં
સિક્કિમ સરકારે રાજ્યના સરકારી કર્મચારીઓ માટે ડ્રેસ-કોડ બહાર પાડ્યો

ગંગટોક, તા.૪: સિક્કિમ સરકારે રાજ્યના સરકારી કર્મચારીઓ માટે ડ્રેસ-કોડ બહાર પાડ્યો છે. વીકમાં એક દિવસ અહીં ફરજિયાત પરંપરાગત વસ્ત્રોપહેરવાનું ફરમાન સરકારે કર્યું છે. આ માટે ગુરુવારને ‘ટ્રેડિશનલ વેઅર વર્ક ડે' જાહેર કરવામાં આવ્યો છે. ગઈ કાલે સિક્કિમ સરકારે તમામ સરકારી અને પબ્લિક સેક્ટર અન્ડરટેકિંગ્સ (PSU) અને બૅન્કો માટે ડ્રેસ-કોડનો નિયમ જાહેર કર્યો છે. હવેથી આ તમામ જગ્યાએ કામ કરતા કર્મચારીઓએ કમ્પલ્સરી ટ્રેડિશનલ કપડાં જ પહેરવાનાં રહેશે. સરકારનું કહેવું છે કે આમ કરવાથી સાંસ્કળતિક ઓળખ જળવાશે, લોકોને સ્થાનિક સંસ્કળતિ પ્રત્યે ગર્વ પેદા થશે અને પારંપરિક મૂલ્યોને પ્રોત્સાહન મળશે.
(3:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
