<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th November 2025

૨૫-૩૦ હજારની કયાં વાત કરો છોઃ ૨૦૩૦ સુધીમાં નિફ્‌ટી ૫૪,૦૦૦ સુધી જશે

૨૦૨૦ અને ૨૦૨૫ ની વચ્‍ચે ભારતીય ઇક્‍વિટીઝે સરેરાશ વાર્ષિક ૧૭% ડોલર વળતર આપ્‍યું છે, જે વિકસિત અને ઉભરતા બજારો બંને કરતા વધારે છે : આનંદ રાઠીના ચીફ ઈકોનોમિસ્‍ટ સુજન હજરા, શ્વેતા જૈન અને રાજ સિંહ અનુસાર આવનારા વર્ષોમાં ભારતની આ ગતિ થોભશે નહીં

મુંબઈ, તા.૪: શેર માર્કેટમાં રોકાણ કરનારા અને ટ્રેડિંગ કરનારા લોકોને સતત સવાલ થતા રહે છે કે શેર માર્કેટ આગામી સમયમાં ઉપર જશે કે નીચે. ત્‍યારે ભારતીય શેર માર્કેટ આગામી ૫ વર્ષોમાં કયાં પહોંચશે, તે સવાલનો જવાબ આપતાં બ્રોકરેજ ફર્મ આનંદ રાઠી એ એક મોટું અનુમાન વ્‍યક્‍ત કર્યું છે. જે અનુસાર, Nifty૫૦ ઇન્‍ડેક્‍સ ૨૦૩૦ સુધીમાં ૪૨,૦૦૦થી ૫૪,૦૦૦ વચ્‍ચે પહોંચી શકે છે. એટલે કે વર્તમાન સ્‍તરે લગભગ બમણું રિટર્ન મળવાની સંભાવના છે. બ્રોકરેજનું માનવું છે કે ભારતીય ઇક્‍વિટી માર્કેટ હવે માત્ર સાઈક્‍લિકલ નથી, પરંતુ સ્‍ટ્રક્‍ચરલ ગ્રોથ સ્‍ટોરી બની ચૂકયું છે. જેનો પાયો મજબૂત મેક્રો ફંડામેન્‍ટલ્‍સ અને ડોમેસ્‍ટિક રોકાણી તાકાત પર નિર્ભર છે.

ભારત બન્‍યું લોન્‍ગ ટર્મ વેલ્‍થ ક્રિએશનનું હબ - રિપોર્ટ અનુસાર, ભારતનું ઇક્‍વિટી માર્કેટ હવે દુનિયાના સૌથી બેસ્‍ટ પરર્ફોમિંગ માર્કેટ્‍સમાં સામેલ થઇ ચૂકયું છે. ૨૦૨૦થી લઈને ૨૦૨૫ વચ્‍ચે ભારતીય ઇક્‍વિટીઝે સરેરાશ ૧૭ ટકા રિટર્ન આપ્‍યું છે, જે વિકસિત અને ઉભરતા માર્કેટ્‍સ બંનેથી ઘણું વધુ છે.આનંદ રાઠીના ચીફ ઈકોનોમિસ્‍ટ સુજન હજરા, શ્વેતા જૈન અને રાજ સિંહ અનુસાર, આવનારા વર્ષોમાં ભારતની આ ગતિ થોભશે નહીં, કારણ કે હવે દેશની ગ્રોથ પોલિસીઓ અને સુધારાઓથી મેનેજ થઇ રહી છે, ન કે માત્ર ગ્‍લોબલ સાઇકલથી. નિફ્‌ટીને આ ૫ ફેક્‍ટર ૫૪ હજારની સપાટીએ પહોંચાડશે.

(૧) મજબૂત ઈકોનોમી અને ડિજિટલ ગ્રોથઃ ભારતની નામ માત્ર GDP ગ્રોથ ૧૦-૧૧ ટકા રહેવાનું અનુમાન છે. એટલે કે કોર્પોરેટ પ્રોફિટ, કેપેક્‍સ અને ઘરેલુ ડિમાન્‍ડમાં સતત તેજી જળવાઈ રહેશે. જેના આધારે Nifty૫૦ના ૪૨,૦૦૦થી ૫૪,૦૦૦ લેવલ સુધી પહોંચવાનો અંદાજ લગાવાયો છે.

(૨) ડોમેસ્‍ટિક વપરાશઃ ભારતનો ગ્રોથ હવે એક્‍સપોર્ટ નહીં, પરંતુ ઘરેલુ ખર્ચ અને રોકાણથી ચાલી રહ્યો છે. ૨૦૦૦માં જ્‍યાં માત્ર ૨ કરોડ લોકો અમીર વર્ગમાં હતા, તેમજ ૨૦૨૪માં આ સંખ્‍યા ૧૫ કરોડ થઇ ગઈ છે. ૨૦૩૦ સુધીમાં તે ૨૪ કરોડ સુધી પહોંચી શકે છે, એટલે કે ખરીદવાની તાકાત ઝડપથી વધી રહી છે. સાથે જ ગરીબી રેખાની નીચે હવે માત્ર ૫% વસ્‍તી જ રહી છે, જેનાથી મિડલ ક્‍લાસ અને વપરાશ બંને મજબૂત થયા છે.

(૩) મોંઘા વેલ્‍યુએશન અને કારણોઃ ભારતીય સ્‍ટોક માર્કેટ ગ્‍લોબલ માર્કેટ્‍સની સરખામણીએ પ્રીમિયમ પર ટ્રેડ કરી રહ્યું છે, પરંતુ બ્રોકરેજનું કહેવું છે કે આ સંપૂર્ણ રીતે જસ્‍ટિફાઇડ છે. એવરેજ Return on Capital Employed (RoCE) લગભગ ૧૪% પ્રમોટર, ઓનરશિપ ૫૦%થી વધુ છે અને સીમિત ફ્રી ફ્‌લોટના કારણે સપ્‍લાય ઓછી, ડિમાન્‍ડ વધુ છે. ફેમિલી કંટ્રોલ્‍ડ કંપનીઓમાં ગવર્નન્‍સ સ્‍ટેબલ છે, જેનાથી રોકાણકારોનો વિશ્વાસ મજબૂત થયો છે.

(૪) ડોમેસ્‍ટિક રોકાણકાર આનંદ રાઠીના અનુસાર, હવે ભારતીય માર્કેટની અસલી તાકાત ઘરેલુ રોકાણકાર છે. મ્‍યુચ્‍યુઅલ ફંડ, વીમા કંપની અને વ્‍યક્‍તિગત રોકાણકાર સતત પોતાની ભાગીદારી વધારી રહ્યા છે. ૨૦૧૫ની સરખામણીએ ઘર-ઘરમાં રોકાણ પ્રત્‍યે જાગરૂકતા બમણી થઇ ચુકી છે, જેનાથી વિદેશી રોકાણ પર નિર્ભરતા ઘટી ગઈ છે. આ રિપોર્ટને Atmanirbhar Bharat 2.0 કહ્યું છે, એટલે કે ભારત હવે પોતાની કેપિટલથી પોતાના માર્કેટને સંભાળવાની સ્‍થિતિમાં છે.

(૫) રૂપિયા અને મેક્રો સ્‍ટેબિલિટી - છુપી તાકાતઃ ભારત પાસે હવે ૬૫૦ બિલિયન ડોલરથી વધુ ફોરેક્‍સ રિઝર્વ, મજબૂત સર્વિસ એક્‍સ્‍પોર્ટ્‍સ અને રેકોર્ડ રેમિટન્‍સ છે. ઓઇલ પર નિર્ભરતા ઘટાડવા માટે અને રોકાણના નવાસ્ત્રોત ખુલવાથી રૂપિયાની સ્‍થિતિ સ્‍થિર રહેશે. જેનાથી વિદેશી રોકાણકારોનો વિશ્વાસ વધશે અને ઇક્‍વિટી માર્કેટમાં લાંબાગાળાની મજબૂતી આવશે.

શું છે Nifty @૫૪,૦૦૦નો અર્થ? - જો આ અંદાજ સાચો ઠરે છે, તો રોકાણકારોને આગામી પાંચ વર્ષમાં ૧૦૦ ટકા સુધીનું રિટર્ન મળી શકે છે. આનંદ રાઠીના માનવું છે કે ભારત આગામી દાયકામાં “Structural Compounding Market” બનશે, એટલે કે પ્રત્‍યેક ઘટાડો રોકાણની તક હશે. હાલ જેઓ SIP કે લોન્‍ગ ટર્મ ઇન્‍વેસ્‍ટમેન્‍ટ કરી રહ્યા છે, તેમની માટે આ દાયકો વેલ્‍થ ક્રિએશનનો ગોલ્‍ડન પિરિયડ સાબિત થઇ શકે છે.

ભારતની કહાની હવે માત્ર ફાસ્‍ટ ગ્રોથ નથી, પરંતુ સસ્‍ટેનેબલ વેલ્‍થ ક્રિએશનની છે. મજબૂત ઈકોનોમી, સ્‍થિર રૂપિયો, ડોમેસ્‍ટિક રોકાણ અને સુધારાની નવી ગતિ ચારેય મળીને વર્ષ ૨૦૩૦ સુધીમાં નિફ્‌ટીને નવા સ્‍તરે પહોંચાડી શકે છે. જો માર્કેટનો આ ટ્રેન્‍ડ જળવાઈ રહ્યો, તો Nifty @૫૪,૦૦૦ કોઈ સપનું નહીં, પરંતુ ભારતની હકીકત બની શકે છે.

(3:35 PM IST)