<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th November 2025

મણિપુરમાં ઉગ્રવાદીઓએ આર્મી જવાનોને નિશાન બનાવ્‍યાઃ જવાબી કાર્યવાહીમાં ૪ ઠાર

સર્ચ ઓપરેશન દરમ્‍યાન કાર્યવાહીઃ અનેક ઉગ્રવાદી ફરાર

નવી દિલ્‍હી, તા.૪: મણિપુરના ચુરાચાંદપુર જિલ્લાથી લગભગ ૮૦ કિલોમીટર પヘમિમાં આવેલા ખનપી ગામમાં વહેલી સવારે સેના અને આતંકવાદીઓ વચ્‍ચે થયેલી અથડામણમાં યુનાઇટેડ કૂકી નેશનલ આર્મી સંગઠનના ચાર ઉગ્રવાદીઓ માર્યા ગયા છે.

સંરક્ષણ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, આ કાર્યવાહી ખુફિયા માહિતીના આધારે કરવામાં આવી હતી. આ ઓપરેશન દરમિયાન, આતંકવાદીઓએ સેનાના જવાનો પર કોઈપણ ઉશ્‍કેરણી વગર ગોળીબાર કર્યો હતો, જેના જવાબમાં સુરક્ષા દળોએ જવાબી કાર્યવાહી કરી.

UKNA એક બિન-એસઓઓ ઉગ્રવાદી સંગઠન છે. તાજેતરના દિવસોમાં, આ સંગઠન દ્વારા ઘણી હિંસક ઘટનાઓને અંજામ આપવામાં આવ્‍યો હતો, જેમાં એક ગામના મુખીની હત્‍યા, સ્‍થાનિક લોકોને ધમકાવવા અને વિસ્‍તારમાં શાંતિ ભંગ કરવાના પ્રયાસોનો સમાવેશ થાય છે. આ પછી જ સેના દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી હતી.

મણિપુરમાં શાંતિ સ્‍થાપિત કરવાના પ્રયાસોના ભાગરૂપે, ઘણા કૂકી અને ઝોમી ઉગ્રવાદી જૂથોએ કેન્‍દ્ર સરકાર અને રાજ્‍ય સરકાર સાથે સમજૂતી પર હસ્‍તાક્ષર કર્યા હતા, પરંતુ આ યાદીમાં શ્‍ધ્‍ફખ્‍નું નામ સામેલ નહોતું. સેના અને આસામ રાઇફલ્‍સે એક નિવેદનમાં જણાવ્‍યું છે કે આ ઓપરેશન વિસ્‍તારમાં શાંતિ અને સ્‍થિરતા સુનિヘતિ કરવા તેમજ નાગરિકોની સુરક્ષા પ્રત્‍યેની તેમની પ્રતિબદ્ધતા દર્શાવે છે. આસપાસના વિસ્‍તારોમાં હાલમાં સર્ચ ઓપરેશન ચાલુ છે

(3:48 PM IST)