હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
તારા માટે મેં મારી પત્નીને મારી નાખીઃ બેંગ્લુરૂના ડોકટરે પત્નીની હત્યા કરીને ૫ ગર્લફ્રેન્ડને મેસેજ મોકલ્યા
દેશમાં ચકચાર મચાવનાર ડોકટર પત્ની કૃતિકા એમ રેડ્ડીની હત્યાના આરોપ ડોકટર મહેન્દ્ર રેડ્ડી જીએસના કેસમાં નવો વળાંક : પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં જાણવા મળ્યું કે ડો.કૃતિકાના શરીરમાં નિર્ધારિત માત્રા કરતા વધુ પ્રોપોફોલ એનેસ્થેટિક હતું

નવી દિલ્હી, તા.૪: કર્ણાટકના બેંગલુરુમાં પત્નીની હત્યાનું કાવતરું ઘડવાના આરોપસર જેલમાં બંધ સર્જન મહેન્દ્ર રેડ્ડીની ખાનગી વાતચીતનો ખુલાસો થયો છે. પોલીસે જણાવ્યું હતું કે આરોપી ડોક્ટરે તેની પત્નીના મળત્યુ પછી તેની ગર્લફ્રેન્ડને એક સંદેશ મોકલ્યો હતો, જેમાં કથિત રીતે લખ્યું હતું કે, મેં તારા માટે મારી પત્નીને મારી નાખી.
અધિકારીઓએ જણાવ્યું હતું કે જનરલ સર્જન ડૉ. મહેન્દ્ર રેડ્ડીએ ડિજિટલ પેમેન્ટ એપ દ્વારા તેની ગર્લફ્રેન્ડને સંદેશ મોકલ્યો હતો. પોલીસે ડૉક્ટરના ફોનની ફોરેન્સિક તપાસ કર્યા પછી આ સંદેશ મેળવ્યો હતો. પોલીસ આરોપી ડૉક્ટરની ગર્લફ્રેન્ડની પણ પૂછપરછ કરી રહી છે, જોકે તેની ઓળખ હજુ સુધી જાહેર કરવામાં આવી નથી. ડૉ. મહેન્દ્રની પત્નીના મળત્યુના છ મહિના પછી ૧૫ ઓક્ટોબરે ધરપકડ કરવામાં આવી હતી. એવો આરોપ છે કે ૨૧ એપ્રિલે ડૉ. મહેન્દ્ર રેડ્ડીએ એનેસ્થેટિકનો ઓવરડોઝ આપીને તેમની પત્નીનો જીવ લીધો હતો.
ડૉ. મહેન્દ્રએ ગયા વર્ષે મે મહિનામાં ડૉ. કળતિકા સાથે લગ્ન કર્યા હતા, અને તે બંને બેંગલુરુની વિક્ટોરિયા હોસ્પિટલમાં કામ કરતા હતા. ગયા મહિને, ડૉ. કળતિકાની તબિયત બગડી હતી, અને ડૉ. મહેન્દ્રએ તેને ઘરે કેટલીક દવાઓ અને ઇન્જેક્શન આપ્યા હતા. તેમની તબિયત વધુ ખરાબ થતાં, ડૉ. કળતિકાને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મળત્યુ થયું. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ડૉ. કળતિકાના શરીરમાં ભલામણ કરાયેલા ડોઝ કરતાં પ્રોપોફોલ, એક શક્તિશાળી એનેસ્થેટિકનું પ્રમાણ નોંધપાત્ર રીતે વધારે હોવાનું બહાર આવ્યું.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
