<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th November 2025

ઇન્ડો-પેસિફિક ક્ષેત્રને સુરક્ષિત બનાવવા ભારત-અમેરિકાની 22મી સૈન્ય સહયોગ બેઠક હવાઈમાં યોજાઈ

ભારત-યુએસ મિલિટરી કોઓપરેશન ગ્રુપ (MCG) બંને દેશોના સશસ્ત્ર દળો વચ્ચે વ્યૂહાત્મક અને ઓપરેશનલ સંવાદ માટેના મુખ્ય પ્લેટફોર્મ તરીકે કામ કરે છે

હવાઈ : ઇન્ડિયા અને યુએસએ 22મી મિલિટરી કોઓપરેશન ગ્રુપની બેઠક હવાઈમાં યોજી. ભારત અને અમેરિકા વચ્ચેના સંરક્ષણ સંબંધોને વધુ મજબૂત કરવાના હેતુથી, ભારત-યુએસ મિલિટરી કોઓપરેશન ગ્રુપ (MCG) ની 22મી બેઠક યુએસએના હવાઈ ખાતે યોજાઈ ગઈ. બે દિવસ સુધી ચાલેલી આ મહત્વપૂર્ણ બેઠકમાં બંને દેશોના વરિષ્ઠ સૈન્ય નેતાઓએ ભાગ લીધો હતો.

મુખ્ય નેતાઓ અને ઉદ્દેશો
આ બેઠકની સહ-અધ્યક્ષતા (Co-Chaired) ભારતના ચીફ ઑફ ઇન્ટિગ્રેટેડ ડિફેન્સ સ્ટાફ, એર માર્શલ આશુતોષ દીક્ષિત અને યુએસ ઇન્ડો-પેસિફિક કમાન્ડના લેફ્ટનન્ટ જનરલ જોશુઆ રડ દ્વારા કરવામાં આવી હતી.

ઇન્ટિગ્રેટેડ ડિફેન્સ સ્ટાફના મુખ્યાલયે જણાવ્યું કે આ કાર્યક્રમમાં નીચેના મુદ્દાઓ પર ફળદાયી ચર્ચાઓ થઈ:

* દ્વિપક્ષીય સંરક્ષણ જોડાણને મજબૂત બનાવવું.

* સૈન્ય દળોની ઇન્ટરઓપરેબિલિટી (Interoperability) એટલે કે પરસ્પર કાર્ય કરવાની ક્ષમતામાં વધારો કરવો.

* મુક્ત, ખુલ્લા અને સુરક્ષિત ઇન્ડો-પેસિફિક ક્ષેત્રને પ્રોત્સાહન આપવું.

વ્યૂહાત્મક સંવાદ માટેનું મુખ્ય મંચ
ભારત-યુએસ મિલિટરી કોઓપરેશન ગ્રુપ (MCG) બંને દેશોના સશસ્ત્ર દળો વચ્ચે વ્યૂહાત્મક અને ઓપરેશનલ સંવાદ માટેના મુખ્ય પ્લેટફોર્મ તરીકે કામ કરે છે.

* ગયા વર્ષે આ બેઠક નવી દિલ્હીમાં યોજાઈ હતી.

* બંને દેશો યૂદ્ધ અભ્યાસ, માલાબાર અને વજ્ર પ્રહાર જેવી શ્રેણીબદ્ધ સંયુક્ત કવાયતોનું આયોજન નિયમિતપણે કરતા રહે છે.

(8:53 PM IST)