શરમજનક! પુત્રીના મૃતદેહ માટે લાંચ: NHRC એ કર્ણાટકના મુખ્ય સચિવ અને DGP ને ફટકારી નોટિસ, 2 અઠવાડિયામાં રિપોર્ટ માંગ્યો!
NHRC એ આ ઘટનાને ગંભીરતાથી લીધી છે, જ્યાં એક શોકગ્રસ્ત પિતાને પોતાના અધિકારો અને પુત્રીના અંતિમ સંસ્કાર માટે લાંચ આપવી પડી: માનવતાને શરમાવે તેવો કિસ્સો

બેંગલુરુ: લાંચના કેસમાં NHRC એ કર્ણાટકના મુખ્ય સચિવ અને DGP ને નોટિસ ફટકારી. માનવ અધિકારોનું ગંભીર ઉલ્લંઘન કરતા એક શરમજનક કિસ્સાને લઈને રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ (NHRC) એ સખત પગલું ભર્યું છે. NHRC એ કર્ણાટકના મુખ્ય સચિવ અને પોલીસ મહાનિર્દેશક (DGP) ને નોટિસ ફટકારી છે અને આ મામલે બે અઠવાડિયામાં વિગતવાર રિપોર્ટ માંગ્યો છે.
માનવતાને શરમાવે તેવો કિસ્સો
કમિશને એક મીડિયા રિપોર્ટ પર સ્વતઃ નોંધ (Suo Motu) લીધી છે, જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે બ્રેઈન હેમરેજને કારણે પુત્રીનું મૃત્યુ થતાં, પિતાને લાંચ આપવા માટે દબાણ કરવામાં આવ્યું હતું.
મીડિયા રિપોર્ટ મુજબ, બેંગલુરુ, કર્ણાટકમાં પિતાએ મૃતદેહની વિધિઓ માટે અનેક જગ્યાએ લાંચ આપવી પડી હતી:
* એમ્બ્યુલન્સ ડ્રાઇવર
* પોલીસ અધિકારીઓ
* સ્મશાન કર્મચારીઓ
* નાગરિક અધિકારીઓ
NHRC એ આ ઘટનાને ગંભીરતાથી લીધી છે, જ્યાં એક શોકગ્રસ્ત પિતાને પોતાના અધિકારો અને પુત્રીના અંતિમ સંસ્કાર માટે લાંચ આપવી પડી.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
