હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Wednesday, 5th November 2025
જોધપુરમાં લગ્નવાળા ઘરમાં અચાનક સિલિન્ડર બ્લાસ્ટ: 11 લોકો ઘાયલ: લોખંડના ટુકડા વાગતા અનેક ઘાયલ
કોઈ એક સિલિન્ડરમાંથી ગેસ લીક થવા લાગ્યો અને વેલ્ડિંગની ચીનગારીથી અચાનક મોટો ધમાકો થયો

જોધપુર શહેરના બાવડી વિસ્તારના હરઢાણી કસ્બામાં આવેલ બિરમારામ નામના વ્યક્તિના ઘરમાં લગ્ન સમારોહની તૈયારીઓ ચાલી રહી હતી, ત્યારે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. ઘરમાં રંગકામ અને છાપરા લગાવવા માટે વેલ્ડિંગનું કામ ચાલી રહ્યું હતું.
માહિતી અનુસાર, વેલ્ડિંગ કરનાર વ્યક્તિએ સ્ટૂલને બદલે ગેસ સિલિન્ડર પર ઊભા રહીને વેલ્ડિંગ કરવાનું શરૂ કર્યું. નજીકમાં જ લગ્ન સમારોહ માટે લાવવામાં આવેલા અન્ય ગેસ સિલિન્ડરો પણ રાખેલા હતા. આ દરમિયાન, કોઈ એક સિલિન્ડરમાંથી ગેસ લીક થવા લાગ્યો અને વેલ્ડિંગની ચીનગારીથી અચાનક મોટો ધમાકો થયો, જેના કારણે 11 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા.
સિલિન્ડર બ્લાસ્ટ થતાં ઘટનાસ્થળે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બ્લાસ્ટના કારણે સિલિન્ડરના લોખંડના ટુકડા આસપાસના લોકોને વાગ્યા, જેનાથી અનેક લોકો ઘાયલ થયા. આ ઘટનામાં 3 લોકો ગંભીર રીતે દાઝી ગયા હતા, જેમણે તાત્કાલિક જોધપુરની મહાત્મા ગાંધી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. જ્યારે અન્ય 8 થી 9 ઇજાગ્રસ્ત લોકોને મથુરાદાસ માથુર હોસ્પિટલ (MDM)માં દાખલ કરવામાં આવ્યા હતા. MDM હોસ્પિટલના અધિક્ષક ડૉ. વિકાસ રાજપુરોહિતના જણાવ્યા અનુસાર, અહીં લાવવામાં આવેલા દર્દીઓની હાલત હાલ ખતરાથી બહાર છે અને મોટાભાગના લોકો સિલિન્ડરના ટુકડા વાગવાથી ઘાયલ થયા છે.
(12:41 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
