તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૯ સોમવાર
News of Thursday, 6th November 2025
પશ્ચિમ બંગાળમાં બે યુવતી વચ્ચે થઈ ગયો પ્રેમઃ મંદિરમાં કરી લીધા લગ્ન

સુંદરવન,તા.૦૬: પશ્ચિમ બંગાળના ૨૪ પરગણા જિલ્લાના સુંદરવન વિસ્તારના એક ગામના મંદિરમાં યુવતી અને યુવતીએ લગ્ન કર્યા છે. રિયા અને રાખી વ્યવસાયિક રીતે નૃત્યાંગનાઓ છે. તેઓ ૨ વર્ષ પહેલાં મળી હતી. મુલાકાતો અને ફોન કોલ સાથે શરૂ થયેલો તેમનો મૈત્રીસંબંધ પ્રેમમાં પરિણમ્યો છે. ત્યાર બાદ બંનેએ સાથે રહેવાનું નક્કી કર્યુ હતુ. જો કે, રિયાનો પરિવાર તેના સમલૈંગિક સંબંધ માટે ના માનતાં તેણીએ પોતાનું ઘર છોડ્યું અને રાખી સાથે જ રહેવાનો નિર્ણય કર્યો હતો. જો કે, રાખીના પરિવારે તરત જ આ સંબંધ માટે હા પાડી હતી.
(9:51 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
