<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 6th November 2025

કરદાતા દ્વારા પૂરતી વિગતો રજૂ નહીં કરવાના કારણે આઇટી રિફંડ મેળવવામાં સમસ્‍યા

રિટર્ન ભરતી વખતે ૨૬ એઆઇએસના ડેટા મિસમેચને લીધે પણ રિફંડ મળવવામાં વિલંબ

 

મુંબઇ તા.૬: કરદાતાઓને ઝડપથી રિફંડ મળી રહે તે માટેની વ્‍યવસ્‍થા કરવામાં આવ્‍યા બાદ ૧૫ દિવસમાં કરદાતાના ખાતામાં રિફંડના નાણાં જમા થઇ જાય છે. પરંતુ તેના માટે આઈટી દ્વારા માંગવામાં આવેલી વિગતો કરદાતાએ રજૂ કરી હોય તો. જ્‍યારે હાલમાં કેટલાક કરદાતાઓને રિફંડ મળ્‍યા નહીં હોવાની ફરિયાદ કરી રહ્યા છે. તે માટેનું કારણ એવું છે કે રિફંડ મેળવવા માટે ઇન્‍કમટેક્‍સ વિભાગ દ્વારા નિયમો નક્કી કરવામાં આવ્‍યા છે તે પ્રમાણેની વિગતો કરદાતાએ ઈન્‍કમટેક્‍સની વેબસાઈટ પર આપી નહીં હોવાના લીધે જ હાલ તો રિફંડ મળી રહ્યા નહીં હોવાની હકીકતો જાણવા મળી છે.

કરદાતાએ રિટર્ન ભરતી વખતે જે વિગતો ૨૬ એઆઇએસમાં હોય તે પ્રમાણે રિટર્ન ભર્યું નહીં હોય તેવા સંજોગોમાં રિફંડ મળવામાં હાલ તો સૌથી વધુ પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. આ ઉપરાંત આઈટીની વેબસાઈટ પર જઈને બેંકની વિગતો આપવા ઉપરાંત પ્રિવેલિડેશન કરાવ્‍યું નહીં હોય તો પણ રિફંડ હજુ સુધી કરદાતાના ખાતામાં આવ્‍યું નથી. જેથી કરદાતાને રિફંડ મળ્‍યું નહીં હોય તેવા સંજોગોમાં આઇટીએ બનાવેલા નિયમો પ્રમાણેની વિગતો રજૂ કરી દેવામાં આવે તો વધુમાં વધુ ૧૫ દિવસમાં રિફંડ ખાતામાં જમા થઈ જાય તેવું જાણકારો કહી રહ્યા છે. કારણ કે ઇન્‍કમટેક્‍સ વિભાગ દ્વારા કરદાતાઓને ઝડપથી રિફંડ મળી રહે તે માટેની યોગ્‍ય વ્‍યવસ્‍તા કરી દીધી છે. તેમજ અનેક કરદાતાઓના ખાતામાં તો રિટર્ન ફાઇલ કર્યાના એક સપ્તાહમાં પણ રિફંડ જમા થયાના કિસ્‍સા બહાર આવ્‍યા છે.

એક લાખથી ઓછું રિફંડ ૧૫ દિવસમાં જમા

કરદાતાએ રિટર્ન ભર્યા પછી તેઓએ એક લાખ અને તેના કરતાં ઓછી કિમતનું રિફંડ લેવાનું હોય તેવા સંજોગોમાં ૧૫ જ દિવસમાં ખાતામાં રિફંડ જમા થઇ જાય છે. જ્‍યારે તેના કરતાં વધુ રકમનું રિફંડ લેવાનું હોય તો જ ૧૫ દિવસ કરતાં વધુ સમય થતો હોય છે.

(10:00 AM IST)