<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 6th November 2025

ટ્રમ્‍પનો વધુ એક ચોંકાવનારો નિર્ણય : જી-૨૦ સમિટમાં નહીં થાય સામેલ

સાઉથ આફ્રિકાએ જી ગ્રુપમાં રહેવું જ ન જોઈએ : ત્‍યાં જે કંઈ થઈ રહ્યું છે તે ખૂબ જ ખરાબ છેઃ હું ત્‍યાં આપણા દેશનું પ્રતિનિધિત્‍વ નહીં કરૂ

વોશિંગ્‍ટન ડીસી, તા.૬: અમેરિકાના રાષ્‍ટ્રપ્રમુખ ડોનાલ્‍ડ ટ્રમ્‍પે ફરી એક વખત ચોંકાવનારો નિર્ણય લીધો હતો. તેમણે સાઉથ આફ્રિકામાં યોજાનારી જી-૨૦ સમિટમાં સામેલ થવાનો ઈનકાર કર્યો હતો. ટ્રમ્‍પે સ્‍પષ્ટ કહ્યું કે, આ મહિનાના અંતમાં સાઉથ આફ્રિકામાં યોજાનારી જી-૨૦ સમિટમાં તેઓ સામેલ નહીં થાય.

મિયામીમાં બિઝનેસ ફોરમને સંબોધતા તેમણે કહ્યું, હું સાઉથ આફ્રિકામાં જી-૨૦ સમિટમાં નહીં જાવ. સાઉથ આફ્રિકાએ જી ગ્રુપમાં રહેવું જ ન જોઈએ. ત્‍યાં જે કંઈ થઈ રહ્યું છે તે ખૂબ જ ખરાબ છે. હું ત્‍યાં આપણા દેશનું પ્રતિનિધિત્‍વ નહીં કરું.

ભારતે ૨૦૨૩માં કરી હતી યજમાની

સાઉથ આફ્રિકાએ ૧ ડિસેમ્‍બર ૨૦૨૪ના રોજ ઞ્‍-૨૦ ની એક વર્ષની અધ્‍યક્ષતા સંભાળી છે. તે ૨૨ થી ૨૩ નવેમ્‍બર દરમિયાન જોહાનિસબર્ગમાં જી-૨૦ નેતાઓની બેઠકની યજમાની કરશે. જી-૨૦ સમિટ પ્રથમ વખત આફ્રિકમાં થઈ રહી છે.

ભારતે ડિસેમ્‍બર ૨૦૨૨થી નવેમ્‍બર ૨૦૨૩ સુધી જી-૨૦ ની અધ્‍યક્ષતા કરી હતી અને સપ્‍ટેમ્‍બર ૨૦૨૩ માં નવી દિલ્‍હીમાં ૧૮મા જી-૨૦ સમિટની યજમાની કરી હતી. તે સમયે અમેરિકી રાષ્‍ટ્રપતિ જો બાઇડન ભારત આવ્‍યા હતા. જી-૨૦ આર્જેન્‍ટિના, ઓસ્‍ટ્રેલિયા, બ્રાઝિલ, કેનેડા, ચીન, ફ્રાન્‍સ, જર્મની, ભારત, ઇન્‍ડોનેશિયા, ઇટાલી, જાપાન, દક્ષિણ કોરિયા, મેક્‍સિકો, રશિયા, સાઉદી અરેબિયા, સાઉથ આફ્રિકા, તુર્કી, બ્રિટન અને અમેરિકા સામેલ છે.

 

 

(10:17 AM IST)