<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 6th November 2025

ધન અને ધ્‍યાન ઓશોની મહાગીતાની અમૃતગંગામાંથી સંકલીત ઉદગારો ૧

     આપ ધ્‍યાન અને ઓશો સાહિત્‍ય માટે આમંત્રીત છો. ધ્‍યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્‍યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્‍યા ધ્‍યાન થાય છે. છેલ્‍લા ૪૦ વર્ષોથી ધ્‍યાન, ઓશો સાહિત્‍ય -સન્‍યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્‍યાન મંદિર. 

  સ્‍થળઃ

ઓશો સત્‍ય પ્રકાશ ધ્‍યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્‍વામી સત્‍ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

ગુરૂ સાક્ષત પરબ્રહ્મ....

ઓશો છે આ યુગના એક અદ્વિતીય સદ્‌્‌ગુરુ!

જીવનના દરેક આયામની સૂક્ષ્મ છણાવટ કરીને તેમણે જીવનને સમજવાનો નૂતન અભિગમ આપ્‍યો છે. સનાતન સત્‍યને સમજવાનું સામર્થ્‍ય આપ્‍યું છે.

ઓશોની દૃષ્ટિએ ધનમાત્ર વિનિમયનું સાધન ન રહેતાં, ભૂતકાળના ભયથી છૂટવાનું અને ભવિષ્‍યની સુરક્ષાને પકડવાનું સાધન બની ગયું છે. આ જ કારણે જેટલું ધન વધુ તેટલો ભય વધુ અને તેથી ભવિષ્‍ય માટે ધન પરની પક્કડ વધુ, વાસ્‍તવિક સાધક જ્‍યાં સુધી ધનનું યોગ્‍ય મૂલ્‍ય સમજે નહીં ત્‍યાં સુધી અધ્‍યાત્‍મના આંગણમાં પ્રવેશ શકય નથી.

આજની વિકટ પરિસ્‍થિતિમાંથી સમગ્ર માનવજાતને બહાર કાઢવા માટે ઓશોનું આગવું મૌલિક પ્રદાન છે - સક્રિય ધ્‍યાનપ્રક્રિયા અને નવસંન્‍યાસ!

સક્રિય ધ્‍યાન દ્વારા આંતરિક સ્‍વસ્‍થતા અને એમની અવસ્‍થાની ઝલક મળે છે. અને નવસંન્‍યાસ દ્વારા સંસારમાં રહીને સંન્‍યસ્‍ત જીવન માણવાનો અવસર! ઓશોએ નવ-સંન્‍યાસને સમજાવતાં કહ્યું છે કે સંન્‍યાસી સ્‍વાવલંબી હોવો જોઈએ. તે સમાજ પર નિર્ભર ન રહેવો જોઈએ. સમાજ નિર્ભરતાએ ચીલાચાલુ સંન્‍યાસીના જીવનને વિકળત બનાવી દીધું છે. સંન્‍યાસીએ તો સમાજનું જવાબદાર અંગ બનીને સર્જનાત્‍મક કાર્યમાં સંલગ્ન રહેવું જોઈએ.

ઓશોના ‘મહાગીતા'ના નામે સુપ્રસિદ્ધ થયેલા અષ્ટાવક્ર-સંહિતા પરનાં અમળત પ્રવચનોમાંથી ‘ધન અને ધ્‍યાન' પરના ઉદગારોનું સંક્‍લન છે આ પુસ્‍તક! આશા છે કે સુજ્ઞ વાચક ઓશોની વિષય-સ્‍પષ્ટતાને સમજીને મૂળ પ્રવચનો વાંચવા પ્રેરાશે.

ઓશો જેવા સમર્થ સદ્‌્‌ગુરૂના ચરણે સતત સાત વર્ષ બેસીને તેમની કરુણાસભર વાણીને મહાલવાનો અમને જે મોકો મળ્‍યો તેને પરમાત્‍માની અસીમ કળપા માનીએ છીએ.

ગુજરાતી સાહિત્‍યને જગતના ખૂણેખૂણા સુધી પહોંચાડનાર અને જેમના નામે અમેરિકન સરકારે છઠ્ઠી સપ્‍ટેમ્‍બર, ૨૦૦૪નો દિવસ ‘શ્રી સુરેશ દલાલ દિન' જાહેર કર્યો તેવા આપણા સૌના લાડીલા અને ઓશોપ્રેમી શ્રી સુરેશભાઈનો આ પુસ્‍તકના પ્રકાશન માટે જે સહકાર મળ્‍યો તે બદલ ખાસ આભાર!

સંકલન-તથા ભાષાંતર

સ્‍વામી સત્‍યપ્રકાશજી

મો.૯૪ર૭ર પ૪ર૭૬

(10:58 AM IST)