<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 6th November 2025

બંગાળની ખાડીમાં વધુ એક ‘ડીપ ડિપ્રેશન' નું સંકટઃ રવિવાર સુધી ઉત્તરાખંડ સહિત ૭ રાજયોમાં ભારે વરસાદનું એલર્ટઃ ગુજરાતમાં હવે માવઠાનો અંત, ૭ દિવસમાં ઠંડીનો પારો ૨ થી ૪ ડિગ્રી ગગડશે

ઉત્તરપ્રદેશ, દિલ્‍હી- એનસીઆરમાં વાતાવરણ સુકું રહેશે તો બિહાર, જમ્‍મુ કાશ્‍મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડમાં ગાજવીજ સાથે વરસાદ

નવી દિલ્‍હીઃ  હવામાન વિભાગે બંગાળની ખાડીમાં વધુ એક ડીપ ડિપ્રેશન સર્જાતા ૯ નવેમ્‍બર સુધી દેશના ઉત્તર-પヘમિ અને દક્ષિણી રાજયોમાં ગાજવીજ સાથે વાવાઝોડા અને ભારે વરસાદની આગાહી કરી છે. જોકે, ગુજરાતમાં માવઠાની મોસમ પૂરી થવા જઈ રહી છે અને આગામી એક સપ્‍તાહમાં લદ્યુત્તમ તાપમાનમાં ૨ થી ૪ ડિગ્રીનો દ્યટાડો થતાં ઠંડીનો ચમકારો વધશે.

ઉત્તર પ્રદેશ અને દિલ્‍હી-એન સી આરમાં પણ હવામાન સૂકું રહેશે, જયારે બિહારમાં વરસાદની શક્‍યતા વ્‍યક્‍ત કરાઈ છે.

વિગતવાર જોઈએ તો દેશના અનેક રાજયોમાં હજુ માવઠાની સ્‍થિતિ જોવા મળી રહી છે, ત્‍યારે હવામાન વિભાગે વધુ એક ડીપ ડિપ્રેશન સર્જાયાની આગાહી કરીને નવી ચેતવણી જારી કરી છે.

બંગાળની ખાડીમા ‘ડીપ ડિપ્રેશન'નું સંકટ, ૯ નવેમ્‍બર સુધી ભારે વરસાદની ચેતવણીહવામાન વિભાગ (આઈ એમ ડી)ના જણાવ્‍યા અનુસાર, મ્‍યાનમાર અને બાંગ્‍લાદેશના દરિયાકાંઠા નજીક બંગાળની ખાડીમાં એક ડીપ ડિપ્રેશન સર્જાયું છે, જે આગામી ૨૪ કલાકમાં ઉત્તર-ઉત્તરપヘમિ તરફ આગળ વધવાની સંભાવના છે.

આ સિસ્‍ટમ્‍સની અસરથી ઉત્તર-પヘમિ ભારતમાં ૯ નવેમ્‍બર સુધી વાવાઝોડા અને ભારે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે. આમાં જમ્‍મુ, કાશ્‍મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના ઉપરના ભાગો ઉપરાંત દક્ષિણી રાજયો તમિલનાડુ, આંધ્ર પ્રદેશ, રાયલસીમા અને ઓડિશાનો પણ સમાવેશ થાય છે. આ રાજયોના કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ અને વાવાઝોડું જોવા મળી શકે છે.

મહારાષ્ટ્રના કોંકણ અને ગોવા સહિતના ભાગોમાં પણ ૫ થી ૭ નવેમ્‍બર દરમિયાન વીજળીના કડાકા સાથે વરસાદની શક્‍યતા છે.

ગુજરાતમાં માવઠું પૂરૂં, ઠંડીનો પારો ગગડશેઃ

ગુજરાતમાં હાલમાં કેટલાક વિસ્‍તારોમાં માવઠા જેવો વરસાદ પડી રહ્યો છે, પરંતુ હવે હવામાન પલટાઈ રહ્યું છે. હવામાન વિભાગના પૂર્વાનુમાન મુજબ, ગુજરાતમાં હવે હવામાન સૂકું રહેશે અને આગામી એક સપ્‍તાહમાં ઠંડીનું પ્રમાણ વધશે. રાજયભરમાં આગામી સાત દિવસમાં લદ્યુત્તમ તાપમાનમાં ૨ થી ૪ ડિગ્રીનો દ્યટાડો થવાની સંભાવના છે, જેના કારણે સવાર-સાંજ ઠંડીનો જોરદાર ચમકારો અનુભવાશે.

જોકે, રાજયના કેટલાક ભાગોમાં છૂટાછવાયા વરસાદની શક્‍યતા હજુ પણ રહેલી છે.

ઉત્તર પ્રદેશ અને બિહારના હવામાન ની સ્‍થિતિઃ

ઉત્તર પ્રદેશમાં હાલમાં ડબલ ઋતુનો અનુભવ થઈ રહ્યો છે, જેમાં દિવસ દરમિયાન ગરમી અને રાત્રિ દરમિયાન ઠંડીનો અનુભવ થાય છે. આગામી એક સપ્તાહ સુધી રાજયનું હવામાન સૂકું રહેવાની શક્‍યતા છે. જોકે, વહેલી સવારના સમયે રાજધાની લખનઉમાં ધુમ્‍મસ (ફોગ) પડવાનું શરૂ થઈ ગયું છે.

દેશની રાજધાની દિલ્‍હી-એનસીઆરની વાત કરીએ તો, અહીં પણ આગામી દિવસોમાં આકાશ સ્‍વચ્‍છ રહેશે અને હવામાન સૂકું રહેવાની સંભાવના છે. વહેલી સવારના સમયે રાજધાનીમાં ઝાકળ કે છીછરા ધુમ્‍મસનું પ્રમાણ જોવા મળી રહ્યું છે.

આ તરફ પૂર્વીય રાજય બિહારમાં પણ વરસાદની શક્‍યતા છે. હવામાન વિભાગના જણાવ્‍યા મુજબ, નવેમ્‍બર મહિનામાં રાજધાનીના દક્ષિણ-પશ્ચિમ ભાગ સિવાયના લગભગ તમામ સ્‍થળોએ છૂટાછવાયા વરસાદની સંભાવના છે.

(2:47 PM IST)