હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ઈડીએ અનિલ અંબાણીને નવું સમન્સ જારી કર્યુઃ ૧૪ નવેમ્બરે પૂછપરછ માટે હાજર થવાનો આદેશ
કથિત બેંક છેતરપિંડી અને મની લોન્ડરિંગ કેસના સંદર્ભમાં કાર્યવાહી કરી

નવી દિલ્હી, તા.૬: ઈડીએ રિલાયન્સ ગ્રુપના ચેરમેન અનિલ અંબાણીને કથિત બેંક છેતરપિંડી અને મની લોન્ડરિંગ કેસના સંદર્ભમાં આવતા અઠવાડિયે ફરી પૂછપરછ માટે સમન્સ પાઠવ્યા છે. ૬૬ વર્ષીય ઉદ્યોગપતિની ફેડરલ તપાસ એજન્સી દ્વારા ઓગસ્ટમાં પૂછપરછ કરવામાં આવી હતી.
ઈડીએ રિલાયન્સ ADA ગ્રુપના ચેરમેન અનિલ અંબાણીને ૧૪ નવેમ્બરે હાજર થવા માટે સમન્સ પાઠવ્યું હતું. કથિત મની લોન્ડરિંગ કેસના સંદર્ભમાં તેમની પૂછપરછ કરવામાં આવશે.
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) એ કથિત બેંક છેતરપિંડી અને મની લોન્ડરિંગ કેસના સંદર્ભમાં આવતા અઠવાડિયે ફરી પૂછપરછ માટે રિલાયન્સ ગ્રુપના ચેરમેન અનિલ અંબાણીને સમન્સ પાઠવ્યા છે. ૬૬ વર્ષીય ઉદ્યોગપતિની ફેડરલ તપાસ એજન્સી દ્વારા ઓગસ્ટમાં પૂછપરછ કરવામાં આવી હતી.
સૂત્રોએ જણાવ્યું હતું કે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયામાં કથિત બેંક લોન છેતરપિંડી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં પૂછપરછ માટે અનિલ અંબાણીને ૧૪ નવેમ્બરે હાજર રહેવા માટે કહેવામાં આવ્યું છે. એજન્સીએ તાજેતરમાં અંબાણી જૂથની કંપનીઓ સામેની તપાસના ભાગ રૂપે રૂ. ૭,૫૦૦ કરોડની સંપત્તિ જપ્ત કરી હતી.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
