<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 6th November 2025

હવે ટ્રાવેલ એજન્ટ જ્યોતિષી: મુસાફરીના આયોજન માટે લોકો લઈ રહ્યા છે કુંડળીનો સહારો!

'સ્ટાર-એલાઇન્ડ' ટ્રિપ્સનો ક્રેઝ: Gen Z અને Millennialsમાં 'કોસ્મિક' વેકેશનનું વધતું વલણ

નવી દિલ્હી: મુસાફરીની દુનિયા હવે માત્ર ખુલ્લા રસ્તાઓ અને સૂર્યાસ્તનો પીછો કરવા પૂરતી સીમિત નથી રહી. એક નવા રિપોર્ટ મુજબ, ભારતીય પ્રવાસીઓ હવે તેમના વેકેશનનું આયોજન કરતી વખતે તારાઓ અને જ્યોતિષીય સંરેખણનો સક્રિયપણે સહારો લઈ રહ્યા છે. ટ્રાવેલ ઇન્ડસ્ટ્રી હવે 'સેલ' નહીં, પણ 'સંરેખણ' (Alignment) વેચી રહી છે.

રિપોર્ટમાં મળેલા ડેટા ચોંકાવનારા છે: લગભગ 74% ભારતીય પ્રવાસીઓ જ્યોતિષીય સલાહકારની ચેતવણીને કારણે તેમની યાત્રા રદ કરવા અથવા બદલવા તૈયાર છે, અને 64% લોકો સક્રિયપણે આધ્યાત્મિક પરિબળોને ધ્યાનમાં રાખીને રજાઓનું આયોજન કરે છે. આ વલણમાં યુવા પેઢીઓ મોખરે છે. 2026 માં, જનરેશન Z ના 73% અને મિલનિયલ્સના 64% લોકો "આધ્યાત્મિક" અથવા "સ્ટાર-એલાઈન્ડ" ટ્રિપ્સની શોધમાં છે, જે દર્શાવે છે કે મુસાફરી માત્ર ફુરસદ નહીં પણ આંતરિક યાત્રા અને ઉપચારનું સ્વરૂપ બની રહી છે.

જ્યોતિષનો નવો રોલ: દિલ્હી સ્થિત જ્યોતિષી સિદ્ધાર્થ એસ કુમારના જણાવ્યા અનુસાર, હવે ગ્રાહકો માત્ર સ્થળ કે તારીખ જ નહીં, પણ ફ્લાઇટમાં સીટ નંબર, એરપોર્ટ ગેટ અને મુસાફરી સરળ બનાવવા માટેની ધાર્મિક વિધિઓ વિશે પણ સલાહ માંગે છે. ગંતવ્યની પસંદગી વ્યક્તિગત જન્મકુંડળી, ગ્રહ દશા અને વર્તમાન ગ્રહોના સંક્રમણના આધારે કરવામાં આવે છે, જેથી તે સ્થળની ઊર્જા પ્રવાસીના જીવન તબક્કા સાથે મેળ ખાય.

ટ્રાવેલ પ્રોવાઇડર્સ પણ આ પરિવર્તન સ્વીકારી રહ્યા છે અને "રેટ્રોગ્રેડ-પ્રૂફ" પેકેજો તેમજ 'એસ્ટ્રો કાર્ટોગ્રાફી' આધારિત માર્ગદર્શન આપી રહ્યા છે. આ વલણ એ સંકેત આપે છે કે પ્રવાસ ઉદ્યોગ હવે માત્ર સ્થળો વેચવાને બદલે અનિશ્ચિતતાથી ભરેલી દુનિયામાં ગ્રાહકોને 'કોસ્મિક કમ્ફર્ટ' અને 'સંરેખણ'નું વચન આપી રહ્યું છે.

 

(7:28 PM IST)