હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Thursday, 6th November 2025
પીએમ કિસાન યોજના: ખેડૂતો ૨૧મા હપ્તાની જોઈ રહ્યા છે રાહ: શું બિહાર ચૂંટણી પહેલા ખાતામાં જમા થશે બે હજાર રૂપિયા ?
જે ખેડૂતોએ પોતાનું ઈ-કેવાયસી અને બેંક ખાતાનું આધાર લિંકિંગ પૂર્ણ નથી કરાવ્યું, તેમના હપ્તા અટકી શકે

નવી દિલ્હી : દેશભરના કરોડો ખેડૂતો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના ૨૧મા (એકવીસમા) હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. બિહારમાં ચાલી રહેલી વિધાનસભા ચૂંટણી વચ્ચે, મીડિયા અહેવાલોમાં એવી અટકળો તેજ થઈ છે કે સરકાર ટૂંક સમયમાં જ ખેડૂતોના ખાતામાં બે હજાર રૂપિયાની રકમ જમા કરાવી શકે છે.
જોકે, હજુ સુધી કોઈ સત્તાવાર તારીખ જાહેર કરવામાં આવી નથી. સૂત્રોના જણાવ્યા અનુસાર, સરકાર હાલમાં લાભાર્થી ખેડૂતોની યાદીમાં મોટા પાયે ચકાસણી કરી રહી છે. અયોગ્ય લાભાર્થીઓને દૂર કરવા માટે લગભગ ૨૯ લાખ શંકાસ્પદ ખાતાઓની તપાસ ચાલી રહી છે, જેના કારણે હપ્તામાં વિલંબ થઈ શકે છે.
સરકારે સ્પષ્ટ કર્યું છે કે જે ખેડૂતોએ પોતાનું ઈ-કેવાયસી અને બેંક ખાતાનું આધાર લિંકિંગ પૂર્ણ નથી કરાવ્યું, તેમના હપ્તા અટકી શકે છે.
(9:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
