હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
દુનિયાનું સૌથી લાંબુ નામ: એક વ્યક્તિનું નામ વાંચવામાં ૧ કલાક! ૨૨૫૩ શબ્દો સાથે ન્યૂઝીલેન્ડના આ શખ્સે બનાવ્યો રેકોર્ડ
ઓળખ નહીં, ગિનિસ રેકોર્ડ માટે નામ બદલ્યું: કાયદામાં ફેરફાર કરવા મજબૂર બન્યું ન્યૂઝીલેન્ડ: લોરેન્સનું પ્રિય નામ AZ2000 છે, જેનો અર્થ થાય છે, "મારા ૨૦૦૦ નામ A થી શરૂ થાય છે”

વેલિંગ્ટન: વિશ્વમાં નામો આપવાની સંસ્કૃતિ ભલે ધર્મ, જાતિ કે દેશ પ્રમાણે બદલાતી હોય, પરંતુ ન્યુઝીલેન્ડના લોરેન્સ વોટકિન્સએ એક એવું નામ પસંદ કર્યું જે ફક્ત ઓળખ માટે નહીં, પણ ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવવા માટે જાણીતું બન્યું. લોરેન્સ વોટકિન્સે વિશ્વના સૌથી લાંબા નામનો નવો રેકોર્ડ બનાવ્યો છે, જે ૨,૦૦૦ થી વધુ શબ્દોમાં ફેલાયેલો છે!
ગિનિસ બુક ઓફ રેકોર્ડ્સ મુજબ, લોરેન્સના નામની કુલ લંબાઈ ૨,૨૫૩ શબ્દો છે. માર્ચ ૧૯૯૦ માં લોરેન્સે કાયદેસર રીતે પોતાનું નામ બદલીને ૨,૦૦૦ થી વધુ મધ્યમ નામ ઉમેર્યા હતા. તેમણે સમજાવ્યું કે તે હંમેશા અનન્ય રેકોર્ડ બનાવવામાં રસ ધરાવતા હતા અને આ રેકોર્ડ તોડવા માટે તેમણે લાઇબ્રેરીમાં કામ કરતી વખતે પુસ્તકો અને સાથીદારોની સલાહ લઈને આખું નામ પસંદ કર્યું હતું. જોકે, આ લાંબા નામને કાયદેસર કરાવવું સરળ નહોતું; રજિસ્ટ્રાર જનરલે તેમની અરજી ફગાવી દીધા બાદ તેમણે હાઇકોર્ટમાં અપીલ કરી અને નિર્ણય તેમના પક્ષમાં આવ્યો.
સરકારી મુશ્કેલી: પોતાના આ અનોખા રેકોર્ડને કારણે લોરેન્સને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો, કારણ કે સરકારી દસ્તાવેજો અને ઓળખ કાર્ડમાં તેમનું આખું નામ સામેલ કરી શકાતું ન હતું. આ અસામાન્ય કિસ્સાને કારણે ન્યુઝીલેન્ડમાં થોડા સમય પછી આવા કિસ્સાઓ અટકાવવા માટે બે નવા કાયદા પણ ઘડવામાં આવ્યા હતા.
લોરેન્સનું પ્રિય નામ AZ2000 છે, જેનો અર્થ થાય છે, "મારા ૨૦૦૦ નામ A થી શરૂ થાય છે."









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
