યામી ગૌતમની ફિલ્મ 'હક' પરનો ખતરો ટળ્યો: શાહબાનોની પુત્રીની અરજી હાઈકોર્ટે ફગાવી, આવતીકાલે રિલીઝ!
કોર્ટે કહ્યું: ફિલ્મ કાલ્પનિક છે અને સીમાચિહ્નરૂપ ૧૯૮૫ના સુપ્રીમ કોર્ટના ચુકાદાથી પ્રેરિત છે

ઈન્દોર : બોલિવૂડ અભિનેત્રી યામી ગૌતમ અને ઈમરાન હાશ્મી અભિનીત ફિલ્મ 'હક'ની રિલીઝ પરના વાદળો હટ્યા છે. આ ફિલ્મની રિલીઝ સામે દેશને હચમચાવી નાખનારા શાહબાનો કેસથી પ્રેરિત હોવાને કારણે મુશ્કેલી ઊભી થઈ હતી. શાહબાનોની પુત્રી સિદ્દિકા બેગમ ખાને ફિલ્મને રોકવા માટે ઈન્દોર હાઈકોર્ટમાં અરજી કરી હતી. જોકે, કોર્ટે ગુરુવારે આ અરજીને ફગાવી દીધી છે, જેના પગલે ફિલ્મ આવતીકાલે, ૭ નવેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થવા માટે તૈયાર છે.
સુનાવણી દરમિયાન, મધ્યપ્રદેશ હાઈકોર્ટે નોંધ્યું કે ફિલ્મના ડિસ્ક્લેમર મુજબ, આ ફિલ્મ કાલ્પનિક છે અને 'બાનો: ભારત કી બેટી' પુસ્તકનું રૂપાંતરણ છે. કોર્ટે વધુમાં જણાવ્યું કે ફિલ્મ ૧૯૮૫ના સુપ્રીમ કોર્ટના સીમાચિહ્નરૂપ નિર્ણયથી પ્રેરિત છે, તેથી થોડી છૂટછાટ આપી શકાય છે.
અરજીકર્તાના આરોપો: સિદ્દિકા બેગમે પોતાની અરજીમાં આરોપ લગાવ્યો હતો કે ફિલ્મ નિર્માતાઓએ કાનૂની વારસદારોની પરવાનગી લીધી નથી, અને ફિલ્મમાં શરિયા કાયદાને નકારાત્મક રીતે દર્શાવવામાં આવ્યો છે, જે મુસ્લિમ સમુદાયની લાગણીઓને ઠેસ પહોંચાડી શકે છે. જોકે, કોર્ટના નિર્ણય બાદ હવે ફિલ્મની રિલીઝનો માર્ગ મોકળો થઈ ગયો છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
