હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
'ગડબડ કરશો તો બુરખો ઉઠાવવો જ પડશે': બિહારમાં પહેલા તબક્કાના મતદાન વચ્ચે ગિરિરાજ સિંહનું વિવાદાસ્પદ નિવેદન
'ધર્મ સાથે ન જોડો': કેન્દ્રીય મંત્રીએ સરકારી સુવિધાઓ અને એરપોર્ટ પરના નિયમોનં આપ્યું ઉદાહરણ

પટણા : બિહાર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાન વચ્ચે નેતાઓ દ્વારા આક્રમક નિવેદનબાજીનો દોર ચાલુ છે. કેન્દ્રીય મંત્રી અને ભાજપના નેતા ગિરિરાજ સિંહે 'બુરકા' અને 'શરિયા' અંગે ટિપ્પણી કરીને નવો વિવાદ જગાવ્યો છે. ગિરિરાજ સિંહે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, "જો ગડબડ કરશો તો બુરખો ઉઠાવવો જ પડશે."
તેમણે પોતાના નિવેદનને ધર્મ સાથે ન જોડવાની અપીલ કરતા કહ્યું, "હું પૂછવા માંગુ છું કે જ્યારે તમે એરપોર્ટ પર જાઓ છો, અથવા આધાર કાર્ડ બનાવડાવો છો, ત્યારે શું બુરખો નથી ઉઠતો? જ્યારે સરકારી સુવિધાઓ લો છો, ત્યારે શું ચહેરો નથી બતાવવો પડતો?" તેમણે ભારપૂર્વક જણાવ્યં કે બુરખો ચૂંટણી પંચના નિયમ અનુસાર ઉઠશે અને તેને ધર્મ સાથે જોડીને ન જોવો જોઈએ.
બિહારમાં ગરમાવો: ગિરિરાજ સિંહનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે નદીયાવાંમાં નાયબ મુખ્યમંત્રી વિજય કુમાર સિંહા અને આરજેડી MLC અજય સિંહ વચ્ચે પણ તીખી બોલાચાલી થઈ હતી. મતદાનના પહેલા દિવસે જ નેતાઓની આવી નિવેદનબાજી અને વિવાદોએ બિહારના રાજકીય માહોલને વધુ ગરમાવી દીધો છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
