હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
બિહારમાં હંગામો: લખીસરાયમાં ડેપ્યુટી સીએમ વિજય સિંહાના કાફલા પર હુમલો!
ભાજપ નેતાનો RJD ગુંડાઓ પર સીધો આરોપ: "મતદાન અટકાવવા અને બૂથ કબજે કરવાનો પ્રયાસ": ખુરિયારી ગામમાં બૂથ કેપ્ચરિંગના આરોપોને પોલીસ અધિક્ષક અજય કુમારે નકારી કાઢ્યા

લખીસરાય : બિહાર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાન દરમિયાન લખીસરાયમાં ભારે રાજકીય હંગામો થયો હતો. અહીંથી ભાજપના ઉમેદવાર અને નાયબ મુખ્યમંત્રી વિજય કુમાર સિંહાના કાફલા પર હુમલો થયો હોવાના અહેવાલો છે. વિજય સિંહાએ ખુલ્લેઆમ રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના સમર્થકો અને 'ગુંડાઓ' પર હુમલો કરવાનો અને મતદાન પ્રક્રિયામાં અવરોધ ઊભો કરવાનો ગંભીર આરોપ લગાવ્યો છે.
વિજય સિંહાના દાવા મુજબ, જ્યારે તેઓ તેમના મતવિસ્તારમાં મતદાનની માહિતી એકઠી કરી રહ્યા હતા, ત્યારે RJD સમર્થકોએ તેમની કારને ઘેરી લીધી, કાદવ ફેંક્યો અને પથ્થરમારો પણ કર્યો. તેમણે કહ્યું, "આ RJDના ગુંડાઓ છે. તેઓ મને ગામમાં જવા દેતા નથી. મારા પોલિંગ એજન્ટને ભગાડી મૂક્યો." તેમણે આ ઘટનાને લોકશાહી પરનો હુમલો ગણાવી હતી અને વિપક્ષના સભ્યો નિરાશામાં આવા કૃત્યો કરી રહ્યા હોવાનું જણાવ્યું હતું.
પોલીસ તપાસ: ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો અને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી. જોકે, ખુરિયારી ગામમાં બૂથ કેપ્ચરિંગના આરોપોને પોલીસ અધિક્ષક અજય કુમારે નકારી કાઢ્યા છે અને કહ્યું છે કે મતદાન શાંતિપૂર્ણ રીતે ચાલી રહ્યું છે. લખીસરાયમાં વિજય સિંહાનો મુકાબલો કોંગ્રેસના અમરીશ કુમાર સામે છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
