પાકિસ્તાનનો અફઘાનિસ્તાન પર ફરી હુમલો: સરહદી વિસ્તારોમાં ભય અને તણા
કંદહારના સ્પિન બોલ્ડાક જિલ્લામાં યુદ્ધવિરામનો ભંગ, નાગરિક વિસ્તાર નિશાન બન્યો : ઈસ્તાંબુલ મંત્રણા વચ્ચે સરહદ પર તણાવ: શાંતિ વાટાઘાટોના ત્રીજા રાઉન્ડ સમયે જ પાકિસ્તાની સેનાએ મોર્ટારમારો કર્યો; તાલિબાને 'ઉશ્કેરણીજનક' કૃત્ય ગણાવ્યું

પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે સરહદી વિસ્તારોમાં ફરી એકવાર તણાવ ભડક્યો છે. શાંતિ વાર્તા નિષ્ફળ જતાં, પાકિસ્તાની સેનાએ ગુરુવારે કંદહાર પ્રાંતના સ્પિન બોલ્ડાક જિલ્લાના લુકમાન ગામમાં અફઘાન તાલિબાનના સરહદ રક્ષકો પર અચાનક ગોળીબાર કરીને અને મોર્ટાર હુમલાઓ કરીને યુદ્ધવિરામનો ભંગ કર્યો છે. આ હુમલાને કારણે સરહદી વિસ્તારમાં રહેતા લોકોમાં ગભરાટ ફેલાયો હતો અને ઘણા લોકો સુરક્ષિત સ્થળો તરફ ભાગતા જોવા મળ્યા હતા.
તુર્કી અને કતારની મધ્યસ્થીમાં ઈસ્તાંબુલ ખાતે પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે શાંતિ વાટાઘાટોનો ત્રીજો રાઉન્ડ ચાલી રહ્યો હતો, તે જ સમયે પાકિસ્તાની દળોએ યુદ્ધવિરામનો ભંગ કર્યો હતો.
અહેવાલો મુજબ, પાકિસ્તાની સેનાએ કોઈ ઉશ્કેરણી વિના ગોળીબાર શરૂ કર્યો હતો, જે બાદમાં મોર્ટાર હુમલામાં ફેરવાયો હતો. આ હુમલામાં લુકમાન ગામમાં એક નાગરિક ઘરને નિશાન બનાવવામાં આવ્યું હતું, સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી, પરંતુ ઘરને નોંધપાત્ર નુકસાન થયું હતું.
*તાલિબાનનો જવાબ અને પાકિસ્તાનનો પક્ષ:*
* અફઘાન તાલિબાનના પ્રવક્તા જબરુલ્લાહ મુજાહિદે હુમલાની પુષ્ટિ કરી અને જણાવ્યું કે પાકિસ્તાની સૈનિકોએ ઉશ્કેરણી વગર ગોળીબાર કર્યો હતો. તેમણે કહ્યું કે અફઘાન સેનાએ જવાબી કાર્યવાહી કરી, પરંતુ તેમની પ્રથમ પ્રાથમિકતા નાગરિકોની સુરક્ષા છે.
* સ્થાનિક રહેવાસીઓએ ગોળીબાર શરૂ થતાં બાળકો ડરી ગયા અને છુપાઈ ગયા હોવાનું જણાવ્યું હતું.
* આ ઘટના એવા સમયે બની છે જ્યારે તુર્કી અને કતારની મધ્યસ્થીથી ઇસ્તંબુલમાં બંને દેશો વચ્ચે યુદ્ધવિરામ જાળવી રાખવા માટેની શાંતિ વાટાઘાટોનો ત્રીજો રાઉન્ડ ચાલી રહ્યો છે.
* જોકે, પાકિસ્તાનના માહિતી મંત્રાલયે આ આરોપોને નકારી કાઢ્યા છે અને કહ્યું છે કે ફાયરિંગની શરૂઆત અફઘાનિસ્તાન તરફથી થઈ હતી, જેના જવાબમાં પાકિસ્તાની સુરક્ષા દળોએ સંયમિત અને જવાબદાર રીતે કાર્યવાહી કરી હતી.
પ્રાદેશિક તણાવ અને આંતરરાષ્ટ્રીય ચિંતા:
છેલ્લા બે મહિનામાં સરહદ પર પાકિસ્તાન તરફથી આ ત્રીજી આક્રમકતા છે. આ સંઘર્ષ પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના સબંધોમાંના ઊંડા અવિશ્વાસને દર્શાવે છે, ખાસ કરીને પાકિસ્તાન દ્વારા અફઘાનિસ્તાન પર તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (ટીટીપી) જેવા જૂથોને આશ્રય આપવાના આરોપોના બદલા તરીકે આ હુમલાને જોવામાં આવી રહ્યો છે.
અફઘાન સરકારે સંયુક્ત રાષ્ટ્રના હસ્તક્ષેપની માંગ કરી છે. અમેરિકાએ બંને પક્ષોને સંયમ રાખવાની અપીલ કરી છે. નિષ્ણાતો માને છે કે આ સંઘર્ષ આર્થિક સંકટ સામે ઝઝૂમી રહેલા અફઘાનિસ્તાન સહિત સમગ્ર ક્ષેત્ર માટે ખતરો પેદા કરી શકે છે. હાલમાં અફઘાન સેના હાઈ એલર્ટ પર છે અને સરહદ પર સુરક્ષા વધારવામાં આવી છે.
અફઘાન તાલિબાન સરકારના મુખ્ય પ્રવક્તા, ઝબીહુલ્લાહ મુજાહિદે, આ ઘટનાની પુષ્ટિ કરી હતી. તેમણે જણાવ્યું કે પાકિસ્તાની દળોએ કોઈપણ ઉશ્કેરણી વિના ગોળીબાર શરૂ કર્યો હતો. તેમણે પોતાના નિવેદનમાં ઉમેર્યું હતું કે, "ઈસ્તાંબુલમાં વાટાઘાટો ચાલી રહી હોવાથી, અફઘાન દળોએ મંત્રણા પ્રક્રિયાનું સન્માન જાળવવા અને નાગરિકોની સુરક્ષાને પ્રાધાન્ય આપવા માટે અત્યાર સુધી કોઈ જવાબી કાર્યવાહી કરી નથી." તાલિબાને સ્પષ્ટ કર્યું કે ઓક્ટોબરના અંતમાં થયેલી મંત્રણામાં બંને પક્ષો યુદ્ધવિરામ જાળવવા અને આક્રમકતા ટાળવા સંમત થયા હતા.
બીજી તરફ, પાકિસ્તાનના માહિતી મંત્રાલયે આ આરોપોને સંપૂર્ણપણે નકારી કાઢ્યા છે. પાકિસ્તાની પક્ષનું કહેવું છે કે ગોળીબારની શરૂઆત અફઘાનિસ્તાન તરફથી કરવામાં આવી હતી. પાકિસ્તાની સુરક્ષા દળોએ માત્ર આત્મરક્ષણ અને જવાબદારીપૂર્વક જવાબી કાર્યવાહી કરી હતી.
આ તાજો સંઘર્ષ એવા સમયે થયો છે જ્યારે બંને દેશો વચ્ચેના તણાવને ઘટાડવા માટે તુર્કી અને કતાર સક્રિય ભૂમિકા ભજવી રહ્યા છે. ઈસ્તાંબુલમાં ચાલી રહેલી આ ત્રીજા રાઉન્ડની બેઠકનો મુખ્ય એજન્ડા જ સરહદ પર કાયમી શાંતિ સ્થાપિત કરવાનો છે.
અલ જઝીરા અને અન્ય આંતરરાષ્ટ્રીય મીડિયાના વિશ્લેષણ મુજબ, આ તણાવના મૂળમાં તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન નો મુદ્દો છે. પાકિસ્તાન સતત આરોપ લગાવી રહ્યું છે કે અફઘાનિસ્તાનની ધરતીનો ઉપયોગ ટીટીપી દ્વારા પાકિસ્તાનમાં હુમલા કરવા માટે થઈ રહ્યો છે, જ્યારે તાલિબાન સરકાર આ આરોપોને નકારે છે.
આ ઘટનાએ ઓક્ટોબર માસમાં થયેલા લોહિયાળ સંઘર્ષની યાદ અપાવી દીધી છે, જેમાં બંને પક્ષે ભારે જાનહાનિ થઈ હતી. હાલ અફઘાન દળોને સરહદ પર હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે અને સમગ્ર પરિસ્થિતિ પર બારીકાઈથી નજર રખાઈ રહી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
