હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Friday, 7th November 2025
દિલ્હી એરપોર્ટના ATC સર્વરમાં ખામી: એક કલાકથી 25 જેટલી ફ્લાઈટ્સ ટેકઓફની રાહમાં અટવાઈ ગઈ
હજુ કેટલો સમય સુધી મોડું થશે અને ક્યારે વિમાન ટેક ઓફ કરશે એને લઈને કોઈ માહિતી સામે આવી નથી

નવી દિલ્હી :દિલ્હી એરપોર્ટના ATC સર્વરમાં ખામીના અહેવાલો સામે આવી રહ્યા છે. છેલ્લા એક કલાકથી લગભગ 25 જેટલી ફ્લાઈટ્સ ટેકઓફની રાહ જોઈને અટવાઈ ગઈ છે, જેનો અર્થ એ છે કે તેઓ ઉડાન ભરી શકતી નથી. બધી એરલાઇન્સની ફ્લાઇટ્સ પ્રભાવિત થઈ છે.
ઇન્ડિગો ફ્લાઇટ્સ દ્વારા આ સમસ્યા અંગે સતત જાહેરાતો કરવામાં આવી રહી છે. હજુ કેટલો સમય સુધી મોડું થશે અને ક્યારે વિમાન ટેક ઓફ કરશે એને લઈને કોઈ માહિતી સામે આવી નથી. ઇન્ડિગોની સત્તાવાર જાહેરાતમાં જણાવાયું છે કે ATC સર્વરમાં ખામી છે.
(12:20 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
