<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 6th November 2025

'વંદે માતરમ્'ના ૧૫૦ વર્ષ: આવતીકાલથી દેશભરમાં વર્ષભરની ભવ્ય ઉજવણીનો પ્રારંભ

વડાપ્રધાન મોદી નવી દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ડોર સ્ટેડિયમ ખાતેથી આ ભવ્ય કાર્યક્રમનો પ્રારંભ કરાવશે

આવતીકાલે સવારે ૧૦ (દસ) વાગ્યે દેશભરની શાળાઓ, કોલેજો અને સરકારી કચેરીઓમાં 'વંદે માતરમ્'ના સંપૂર્ણ સંસ્કરણનું સામૂહિક ગાન પણ યોજાશે 
રાષ્ટ્રગીત 'વંદે માતરમ્'ની રચનાને આવતીકાલે, ૭મી નવેમ્બરના રોજ, ૧૫૦ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. આ ઐતિહાસિક અવસર પર, ભારત સરકારના સંસ્કૃતિ મંત્રાલય દ્વારા વર્ષભર ચાલનારી ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. 
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ  મોદી નવી દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ડોર સ્ટેડિયમ ખાતેથી આ ભવ્ય કાર્યક્રમનો પ્રારંભ કરાવશે.
આ પ્રસંગે પ્રધાનમંત્રી દ્વારા એક સ્મારક ટપાલ ટિકિટ અને વિશેષ સિક્કો પણ જારી કરવામાં આવશે. ડિજિટલ મીડિયા અહેવાલો મુજબ, આવતીકાલે સવારે ૧૦ (દસ) વાગ્યે દેશભરની શાળાઓ, કોલેજો અને સરકારી કચેરીઓમાં 'વંદે માતરમ્'ના સંપૂર્ણ સંસ્કરણનું સામૂહિક ગાન પણ યોજાશે. અત્રે ઉલ્લેખનીય છે કે બંકિમચંદ્ર ચેટર્જી દ્વારા ઈ.સ. ૧૮૭૫માં આ અમર ગીતની રચના કરવામાં આવી હતી. આ ઉજવણી ૭મી નવેમ્બર, ૨૦૨૬ સુધી ચાલશે.

(9:07 PM IST)