હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Thursday, 6th November 2025
આવતીકાલે શુક્રવારે રાષ્ટ્રીય કેન્સર જાગૃતિ દિવસ: ભારતમાં ૭૦ ટકા કેસ અંતિમ તબક્કે જ પકડાય છે, વહેલું નિદાન જ બચાવનો મુખ્ય આધાર
આરોગ્ય નિષ્ણાતોના મતે, જો તમાકુ, દારૂ અને બિનઆરોગ્યપ્રદ આહાર જેવી આદતો ટાળવામાં આવે તો ૩૦થી ૫૦ ટકા કેન્સરને થતા અટકાવી શકાય છે

નવી દિલ્હી : આવતીકાલે, ૭મી નવેમ્બરના રોજ, સમગ્ર ભારતમાં 'રાષ્ટ્રીય કેન્સર જાગૃતિ દિવસ' મનાવવામાં આવશે. આ દિવસ મહાન વૈજ્ઞાનિક મેડમ મેરી ક્યુરીની જન્મજયંતિ નિમિત્તે ઉજવવામાં આવે છે, જેમણે કેન્સરની સારવારમાં રેડિયેશનના ઉપયોગનો માર્ગ ખોલ્યો હતો.
વિશ્વ આરોગ્ય સંસ્થા અને અન્ય આરોગ્ય સંસ્થાઓના અહેવાલો મુજબ, ભારતમાં કેન્સર એક મોટો પડકાર છે, કારણ કે લગભગ ૭૦ ટકાથી વધુ કેસ ત્રીજા કે ચોથા, એટલે કે અંતિમ તબક્કામાં જ નિદાન પામે છે, જેનાથી સારવાર મુશ્કેલ બને છે.
આરોગ્ય નિષ્ણાતોના મતે, જો તમાકુ, દારૂ અને બિનઆરોગ્યપ્રદ આહાર જેવી આદતો ટાળવામાં આવે તો ૩૦ થી ૫૦ ટકા કેન્સરને થતા અટકાવી શકાય છે. આ દિવસની ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ્ય કેન્સરના પ્રારંભિક લક્ષણો વિશે જાગૃતિ ફેલાવવાનો અને નિયમિત તપાસને પ્રોત્સાહન આપવાનો છે
(9:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
