હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ઉત્તર ભારતમાં હિમવર્ષાને કારણે હાડ થીજવતી ઠંડી શરૂ
પંજાબ અને દિલ્હીથી ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ અને ઓડિશા થઈને બંગાળ સુધી ઠંડીનો અનુભવ

નવી દિલ્હી તા.૭: સમગ્ર ઉત્તર ભારતમાં ગુલાબી ઠંડીની શરૂઆત થઈ ગઈ છે. પર્વતો પરથી ફૂંકાતા ઠંડા પવનોને કારણે દિલ્હી-એનસીઆરમાં પણ તાપમાનમાં ઘટાડો થઈ રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, છેલ્લા બે દિવસથી ઉત્તર પヘમિ દિશાના મજબૂત પવનોને કારણે દિલ્હી-એનસીઆરમાં પ્રદૂષણમાં ઘટાડો થયો છે, પરંતુ લઘુત્તમ તાપમાનમાં પણ ઘટાડો થયો છે. આગામી દિવસોમાં સમગ્ર ઉત્તર ભારતમાં પારામાં વધુ ઘટાડો થવાના સંકેતો છે. આ સાથે ગુજરાતમાં પણ ઠંડીનો ચમકારોનો અનુભવ થશે તેવું હવામાન વિભાગની આગાહીમાં કહેવામાં આવ્યું છે. .
આગામી ૨૪ કલાક માટે હવામાન વિભાગના અહેવાલમાં જણાવાયું છે કે, દક્ષિણ ભારતીય પ્રદેશોમાં વરસાદની અપેક્ષા છે. ઉત્તરપૂર્વ ચોમાસાને કારણે, દક્ષિણ આંતરિક કર્ણાટક, ઉત્તર તમિલનાડુ અને આંધ્રપ્રદેશમાં હળવાથી ભારે વરસાદની અપેક્ષા છે. કેરળ, મણિપુર, મિઝોરમ અને નાગાલેન્ડમાં પણ હળવાથી મધ્યમ વરસાદની અપેક્ષા છે. પヘમિી દરિયાકાંઠાના પ્રદેશોમાં પણ હળવા વરસાદની અપેક્ષા છે. હવામાન વિભાગ પヘમિ મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને કર્ણાટકના કેટલાક ભાગોમાં હળવા વરસાદની પણ આગાહી કરે છે.
છેલ્લા કેટલાક દિવસોમાં ઉત્તર ભારતના કેટલાક ભાગોમાં હવામાનમાં નોંધપાત્ર ફેરફાર થયો છે. પર્વતોના નીચલા ભાગોમાં હળવો વરસાદ પડી રહ્યો છે, જ્યારે ઊંચાઈવાળા વિસ્તારોમાં હિમવર્ષા થઈ રહી છે. દરમિયાન, પヘમિી પવનો ઉત્તર ભારતમાં શિયાળો લાવ્યા છે. પંજાબ અને દિલ્હીથી ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ અને ઓડિશા થઈને બંગાળ સુધી ઠંડીનો અનુભવ થવા લાગ્યો છે. જોકે, બીજી હવામાન પ્રણાલી પヘમિ બંગાળમાં શિયાળો લાવી છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે, રાજ્યભરમાં છૂટાછવાયા વરસાદથી ઠંડી વધી શકે છે.
ગુજરાતના હવામાન અંગેની વાત કરીએ તો, રાજ્યમાં ઉત્તરપૂર્વથી પૂર્વ તરફના પવનો ફૂંકાઈ રહ્યા છે. આ સાથે હવામાન વિભાગે જણાવ્યું છે કે, આગામી બે દિવસ દરમિયાન ધીમે ધીમે બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો નોંધાશે. ત્યારબાદ આ લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
