<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 7th November 2025

બેન્‍કોની લોકલ બ્રાન્‍ચમાં લોકલ ભાષા જાણતા કર્મચારીઓને નોકરી પર રાખો

કેન્‍દ્રીય ફાઇનેન્‍સ મિનિસ્‍ટરે મુંબઈમાં SBIની ઇવેન્‍ટમાં સરકારી બેન્‍કોને ટકોર કરી

મુંબઈ,તા.૭: કેન્‍દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણે ગઈ કાલે સરકારી બેન્‍કોને વિનંતી કરી હતી કે કસ્‍ટમર્સ સાથે સંપર્ક વધારવા માટે બેન્‍કોની લોકલ બ્રાન્‍ચના કર્મચારીઓ સ્‍થાનિક ભાષા જાણે એ જરૂરી છે.

પાછલા સમયમાં લોકલ ભાષા ન બોલતા બેન્‍ક-અધિકારીઓ સામે રોષના અનેક કિસ્‍સાઓ અને એને લીધે ગરમાયેલા રાજકીય વાતાવરણ પછી કેન્‍દ્રીય ફાઇનેન્‍સ મિનિસ્‍ટર તરફથી આ નિવેદન આવ્‍યું છે. ગઈ કાલે મુંબઈમાં આયોજિત સ્‍ટેટ બેન્‍ક ઑફ ઇન્‍ડિયા (SBI)ની એક ઇવેન્‍ટમાં નિર્મલા સીતારમણે આ નિવેદન આપ્‍યું હતું. તેમણે લોકલ ભાષા બોલતા લોકોની બેન્‍કમાં ભરતી કરવામાં આવે એ માટે હ્મુમન રિસોર્સ (HR) પોલિસીમાં ફેરફાર કરવાની પણ હિમાયત કરી હતી. ફાઇનેન્‍સ મિનિસ્‍ટરે એવું પણ કહ્યું હતું કે ‘બેન્‍ક કસ્‍ટમર સાથે સંપર્ક મજબૂત બનાવે તો તેમને બહારની ક્રેડિટ ઇન્‍ફર્મેશન કંપનીઓ પર આધાર ન રાખવો પડે, જેને લીધે રેકોર્ડ અપડેટ થવામાં ખૂબ મોડું થાય છે. કસ્‍ટમર કોન્‍ટેક્‍ટ મજબૂત કરવા માટે લોકલ ભાષા ખૂબ જ જરૂરી છે.'

ફાઇનેન્‍સ મિનિસ્‍ટરે એવું પણ કહ્યું હતું કે ‘બેન્‍કો લોન લેનાર કસ્‍ટમર પર સતત પુરાવા રજૂ કરવાની અને ડોક્‍યુમેન્‍ટ્‍સ પૂરા પાડવાની જવાબદારી ન નાખી શકે. આવી નાની-નાની બાબતોમાં સુધારો કરવામાં આવે એ જરૂરી છે.

(10:23 AM IST)