હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Friday, 7th November 2025
લક્ઝરી બ્રેન્ડે સાડીમાં લગાવવાની સેફટી પિન લોન્ચ કરી, કિંમત છે ૬૮,૦૦૦ રૂપિયા

મુંબઈ,તા.૦૭: દરેક મહિલાના પર્સમાં સેફટી પિનનો નાનકડો ઝૂડો જરૂર હોય છે. એની કિમત કેટલી હોય? દસથી વીસ રૂપિયા. ધારો કે એના પર વર્ક કરેલું હોય તો એની કિમત ૧૦૦-૨૦૦ રૂપિયા સુધી જાય, પણ ઇટાલિયન લક્ઝરી ફેશનબ્રેન્ડ પ્રાડાએ એક સેફટી પિન બ્રોચ લોન્ચ કર્યું છે જેની કિમત હજારો રૂપિયામાં છે. ધાતુની એક નાનકડી પિન પર થોડુંક રંગબેરંગી ધાગાથી કામ થયું છે એવી સેફટી પિનની કિમત ૬૯,૦૦૦ રૂપિયા છે. એના પરના ધાગાની ડિઝાઇન પણ કંઈ એક્સ્ટ્રા-ઑર્ડિનરી નથી. આવી ડિઝાઇન કરાવવી હોય તો એ આપણા ગામની બહેનો દસ-પચીસ રૂપિયામાં કરી આપી શકે એવી છે. એમ છતાં એક સેફટી પિન બ્રોચની કિમત છે ૭૭૫ ડોલર એટલે કે લગભગ ૬૮,૦૦૦ રૂપિયા. નવાઈની વાત એ છે કે આ સેફટી પિન વેચાય પણ છે.
(10:35 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
