હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મહત્વના સમાચારો ઊડતી નજરે.... 9:30 AM

નવી દિલ્હી,તા.૭: ભારતમાં દાન અને સમાજસેવાની ભાવના સતત મજબૂત થતી આવી છે એનું તાજું ઉદાહરણ છે હુરુન ઇન્ડિયા ફિલેન્થ્રોફી લિસ્ટના આંકડાઓ. હુરુન ઇન્ડિયા ડેટા અને પુરાવાઓના આધારે આ પ્રકારના ખાસ રિપોર્ટ તૈયાર કરે છે. આ રિપોર્ટ અંતર્ગત દેશના સૌથી ઉદાર વ્યક્તિ અને પરિવારોની ૨૦૨૫ની યાદી બહાર પડી છે જેમાં આ વર્ષે ભારતના ટોચના દાનવીરોએ ૨૦૨૫માં ૧૦,૩૮૦ કરોડ રૂપિયાનું દાન કર્યું છે. આ લિસ્ટમાં ૧૯૧ દાનવીરો છે. આ વર્ષે ૧૨ પરિવારો પહેલી વાર આ લિસ્ટમાં સ્થાન પામ્યા છે. આ વર્ષે લગાતાર ચોથી વાર સૌથી મોટા દાનવીર બન્યા છે HCL ટેક્રોલોજીઝના શિવ નાડર અને તેમનો પરિવાર. નાડર પરિવારે કુલ જેટલું દાન આપ્યું છે એ મુજબ રોજના ૭.૪૧ કરોડ રૂપિયાનું દાન થાય છે.
૧. શિવ નાડર અને પરિવાર (HCL ટેક્રોલોજીઝ): ૨૭૦૮ કરોડ રૂપિયા (દર વર્ષે ૨૬ ટકા વૃદ્ધિ થાય છે) ૨. મુકેશ અંબાણી અને પરિવાર (રિલાયન્સ ફાઉન્ડેશન): ૬૨૬ કરોડ રૂપિયા, ૩. બજાજ પરિવાર (જમના બજાજ ટ્રસ્ટ, કમલનયન જમનાલાલ બજાજ ફાઉન્ડેશન): ૪૪૬ કરોડ રૂપિયા, દર વર્ષે ૨૭ ટકાની વૃદ્ધિ, ૪. કુમાર મંગલમ બિરલા અને પરિવાર (આદિત્ય બિરલા ગ્રુપ): ૪૪૦ કરોડ રૂપિયા, ૫. ગૌતમ અદાણી અને પરિવાર (અદાણી ફાઉન્ડેશન): ૩૮૬ કરોડ રૂપિયા, ગયા વર્ષ કરતાં ૧૭ ટકા વધારો, ૬. નંદન નિલેકણી (નિલેકણી ફિલાન્થ્રોપીઝ) : ૩૬૫ કરોડ રૂપિયા (ગયા વર્ષ કરતાં ૧૯ ટકા વધારો) ૭. હિન્દુજા પરિવાર (હિન્દુજા ફાઉન્ડેશન): ૨૯૮ કરોડ રૂપિયા (આ વર્ષે ફરીથી ટોપ ૧૦માં સ્થાન) ૮. રોહિણી નિલેકણી (રોહિણી નિલેકણી ફિલેન્થ્રોપીઝ, એકસ્ટેપ ફાઉન્ડેશન): ૨૦૪ કરોડ રૂપિયા (ભારતનાં સૌથી ઉદાર મહિલા) ૯. સુધીર અને સમીર મહેતા (UNM ફાઉન્ડેશન): ૧૮૯ કરોડ રૂપિયા (પહેલી વાર ટોપ ૧૦માં સ્થાન) ૧૦. સાયરસ પૂનાવાલા અને અદર પૂનાવાલા (વિલ્લુ પૂનાવાલા ફાઉન્ડેશન): ૧૭૩ કરોડ રૂપિયા.
હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મહત્વના સમાચારો ઊડતી નજરે.... 9:30 AM