હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
અભિનેત્રી-ગાયિકા સુલક્ષણા પંડિતનું લાંબી બિમારી બાદ અવસાન
પરદેશિયા, તેરે દેશમેં દિલ ઈસ તરહ મિલતા હૈ કયા? : હેરા-ફેરી, વકત કી દીવાર, અપનાપન અને ખાનદાન સહિત અનેક હિટ ફિલ્મોમાં કર્યુ કામ

નવી દિલ્હી, તા.૭: પીઢ ગાયિકા અને અભિનેત્રી સુલક્ષણા પંડિતનું અવસાન થયું. લાંબી બીમારી બાદ તેમનું ૭૧ વર્ષની વયે મુંબઈની નાણાવટી હોસ્પિટલમા અંતિમ શ્વાસ લીધા. તેમના ભાઈ અને સંગીતકાર લલિત પંડિતે પુષ્ટિ આપી કે સુલક્ષણા પંડિતનો જીવનદીપ બુજાય ગયો.
લલિત પંડિતે તેમની બહેન સુલક્ષણા પંડિતના મળત્યુનું કારણ સમજાવ્યું. તેમણે કહ્યું, તેણી (સુલક્ષણા પંડિત)નું રાત્રે ૮ વાગ્યાની આસપાસ અવસાન થયું. તેમને હૃદયરોગનો હુમલો આવ્યો. તેમના અંતિમ સંસ્કાર આવતીકાલે (૭ નવેમ્બર) બપોરે ૧૨ વાગ્યે થશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેઓ લાંબા સમયથી બીમાર હતા.
સુલક્ષણા પંડિત ૭૦ ના દાયકામાં બોલિવૂડ સ્ટાર હતી. આ અભિનેત્રી પોતાની અભિનય કુશળતા તેમજ ઉત્તમ ગાયકી માટે જાણીતી હતી. સુલક્ષણા પંડિત ગાયિકા અને અભિનેત્રી વિજયતા પંડિતની બહેન હતી. તેમનો જન્મ ૧૨ જુલાઈ, ૧૯૫૪ના રોજ છત્તીસગઢના રાયગઢમાં થયો હતો. તેમણે નવ વર્ષની ઉંમરે ગાવાનું શરૂ કર્યું હતું. ૧૯૬૭ની ફિલ્મ તકદીરમાં લતા મંગેશકર સાથે સાત સમંદર પાર સે ગીતથી તેણી ખ્યાતિ પામી હતી.
અભિનેત્રીને ૧૯૭૬માં ફિલ્મ સંકલ્પનૉતુ હી સાગર તુ હી કિનારા ગીત માટે ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો. ૧૯૭૫માં ફિલ્મ ઉઝલાનથી અભિનેત્રી તરીકે તેણીએ બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો. એવું કહેવાય છે કે તે સમયે, અભિનેત્રી બોલીવુડના સુપરસ્ટાર સંજીવ કુમાર સાથે પ્રેમમાં હતી, પરંતુ જ્યારે તેમણે તેણીનો પ્રસ્તાવ નકારી કાઢયો, ત્યારે તેણીએ કયારેય લગ્ન ન કરવાનો નિર્ણય લીધો.
સુલક્ષણા પંડિત હેરા ફેરી, વક્ત કી દીવાર, અપનાપન, અને ખાનદાન સહિત અનેક હિટ ફિલ્મોમાં જોવા મળી છે. બોલિવૂડમાં તેના સમય દરમિયાન, તેણે રાજેશ ખન્ના, જીતેન્દ્ર, વિનોદ ખન્ના, શશી કપૂર અને શત્રુઘ્ન સિંહા જેવા સુપરસ્ટાર્સ સાથે કામ કર્યું હતું. તેણીનું છેલ્લું પ્લેબેક ગીત ૧૯૯૬માં રિલીઝ થયેલી ફિલ્મ ખામોશી ધ મ્યુઝિકલમાં હતું. તે તેના ભાઈઓ જતીન અને લલિત દ્વારા રચવામાં આવ્યું હતું.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
