હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
જુનાગઢમાં મહિલા સંચાલિત જુગારધામ 12:56 PM

(જીતેન્દ્ર રૂપારેલિયા....) વાપીઃ મોદી સરકાર દ્વારા રૂ. ૫૦૦ અને રૂ.૧૦૦૦ ની ચલણી નોટો બંધ કર્યાને આવતીકાલે એટલે કે ૮મી નવેમ્બર ૨૦૨૫ના રોજ ૯ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે.
૮ મી નવેમ્બર ૨૦૧૬ના રોજ રાત્રિના ૮ કલાકે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી એ ટેલિવિઝન દૂરદર્શન , ઓલ ઇન્ડિયા રેડિયો અને સોશિયલ મીડિયા દ્વારા દેશ ની જનતાને કર્યું સંભોધન.....મારા પ્રિય દેશવાસીઓ, ભ્રષ્ટાચાર અને કાળા ધન વિરુદ્ધ લડત આપણા દેશના વિકાસ માટે જરૂરી છે. વર્ષોથી આપણા દેશની અર્થવ્યવસ્થામાં કાળા ધન, નકલી ચલણ અને ભ્રષ્ટાચારના કારણે સામાન્ય માણસને નુકસાન સહન કરવું પડ્યું છે.
આજ રાત્રે ૧૨ વાગ્યાથી રૂા. ૫૦૦ અને રૂા. ૧૦૦૦ ની હાલની નોટો કાયદેસર ચલણ તરીકે માન્ય નહીં રહે.
આ નોટો હવે ચલણ રૂપે સ્વીકાર્ય નહીં રહેશે, પરંતુ નાગરિકો તેને બેંક અને પોસ્ટ ઓફિસમાં ૩૦ ડિસેમ્બર ૨૦૧૬ સુધી જમા કરી શકશે.
આગામી દિવસોમાં નાગરિકોને થોડી અસુવિધા થશે, પણ આ નિર્ણય દેશના ભવિષ્ય માટે અત્યંત મહત્વપૂર્ણ છે.કાળા ધન ધરાવતા લોકો સામે આ સૌથી મોટું હથિયાર છે.
૧૦ નવેમ્બરથી નવી રૂા. ૫૦૦ અને રૂા.૨૦૦૦ ની નોટો જારી કરવામાં આવશે.
આવશ્યક સેવાઓ જેમ કે હોસ્પિટલ, પેટ્રોલ પંપ, દવા દુકાન અને રેલવે બુકિગ માટે થોડી મુદત સુધી જૂની નોટો સ્વીકારવામાં આવશે.
આ નિર્ણયથી ભ્રષ્ટાચારને, નકલી નોટો બનાવનારાઓને અને આતંકવાદી પ્રવૃત્તિઓને ભારે ઝટકો મળશે. હું દેશવાસીઓને વિનંતી કરું છું કે તેઓ ધીરજ રાખે અને આ અભિયાનમાં ભાગીદાર બને.
દેશભર માં હો હા મચી ગઈ ભારે હંગામો ચાલ્યો, વિપક્ષ એ કાગારોળ મચાવ્યો પરંતુ બધું થાળે પડતું ગયું જોકે સમય જતા મોદીજીના વિઝન નું પરિણામ જોવા મળ્યું આંતકવાદી પ્રવૃતિ માં થયો જોરદાર ઘટાડો,લોકો ફરજિયાત ડિજિટલ પેમેન્ટ તરફ઼ વળ્યા.
હાલના વર્ષ ૨૦૨૫ના મળતા આંકડા અનુસાર યુ પી આઈના વોલ્યુમ વૃદ્ધિ દર વધીને ૧૮૫.૯ બિલિયન ટ્રાન્ઝેક્સન સુધી પહોંચ્યો છે, તો મુલ્ય પહોંચ્યું છે રૂ ૨૬૦.૬ લાખ કરોડ
આજે ગામડું હોય કે શહેર નાનામાં નાનો વેપારી હોય કે હોય રેકડી વાળો વેપારી કે પછી હોય ફેરિયો આજે તમામ મ્ય્ દ્વારા પેમેન્ટ કરતા થયા છે, વિદેશી અગ્રણી પણ ભારતની મુલાકાત દરમ્યાન આ નાણાંકીય વ્યવહાર જોઈ અચંબિત થઈ ગયા હતા,આ છે આપણા અર્થતંત્રની તાકાત.
હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
જુનાગઢમાં મહિલા સંચાલિત જુગારધામ 12:56 PM