<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 7th November 2025

દિલ્‍હીના ઇન્‍દીરા ગાંધી એરપોર્ટ ઉપર એટીસીમાં ટેકનીકલ ખામીઃ ૧૦૦થી વધુ ફલાઇટને અસર

એર ટ્રાફીક કન્‍ટ્રોલ સીસ્‍ટમમાં ગડબડથી વિમાનો ૧-૧ કલાક મોડા

નવી દિલ્‍હી, તા. ૭: દિલ્‍હીના ઇન્‍દીરા ગાંધી એરપોર્ટ ખાતે આજે એર ટ્રાફિક કંટ્રોલમાં ટેકનીકલ મુશ્‍કેલી આવતા સવારથી ફલાઇટોનું સંચાલન પ્રભાવિત બન્‍યુ હતું.

આ ટેકનીકલ ખામીના કારણે ૧૦૦ થી વધુ ફલાઇટને એક કલાકથી વધુ મોડુ થયું હતું. જેથી એર ઇન્‍ડીયા, સ્‍પાઇસ જેટ અને ઇન્‍ડીગો દ્વારા યાત્રીઓ માટે એડવાઇઝરી  જાહેર કરવામાં આવી હતી. અહીંથી દરરોજ ૧પ૦૦ થી વધુ ફલાઇટોનું આવાગમન થાય છે.

(2:19 PM IST)