હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
નેન્સી પેલોસીની સન્યાસની જાહેરાતઃ દુષ્ટ મહિલાની નિવૃત્તિથી ખુશઃ ટ્રમ્પ
તેમણે ૪ દાયકા સુધી સન ફ્રાન્સિસ્કોનું પ્રતિનિધીત્વ કર્યું છે

ન્યુયોર્ક તા. ૭: અમેરિકન પ્રતિનિધિ સભાના પ્રથમ મહિલા સ્પીકર અને દેશના રાજકારણમાં સૌથી પ્રભાવશાળી મહિલાઓમાંથી એક, નેન્સી પેલોસીએ જાહેરાત કરી છે કે હું ર૦ર૬ની ચૂંટણીમાં ફરીથી ઉમેદવારી નહીં કરૂં. તેમણે સ્પષ્ટ કર્યું કે હું મારો વર્તમાન કાર્યકાળ પૂર્ણ કરીશ અને ત્યારબાદ કોંગ્રેસમાંથી ધીમે ધીમે નિવૃત્તિ લઇ લઇશ. પેલોસીએ લગભગ ૪૦ વર્ષ સુધી કેલિફોર્નિયાના સાન ફ્રાન્સિસ્કો વિસ્તારનું પ્રતિનિધિત્વ કર્યું છે.
ડોનાલ્ડ ટ્રમ્પ અને નેન્સી પેલોસી વચ્ચે લાંબા સમયથી રાજકીય સંઘર્ષ રહ્યો છે. પેલોસીએ તેમના કાર્યકાળ દરમિયાન ટ્રમ્પ વિરૂદ્ધ બે વખત મહાભિયોગ પ્રક્રિયા ચલાવી હતી-પ્રથમ યુક્રેન મામલે અને બીજી ૬ જાન્યુઆરી ર૦ર૧ના રોજ કેપિટોલ હિલ પર થયેલા હુમલા બાદ પેલોસીની સંન્યાસની જાહેરાત પર પ્રતિક્રિયા આપતા, ડોનાલ્ડ ટ્રમ્પે તેમને ‘‘એક દુષ્ટ મહિલા'' ગણાવી અને કહ્યું કે તેઓ તેમના નિવૃત્ત થવાથી ખુશ છે









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
