હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મહત્વના સમાચારો ઊડતી નજરે.... 9:30 AM

નોઈડા: હિન્દી સાહિત્ય અને રંગભૂમિના મહાન આધારસ્તંભ, વરિષ્ઠ નાટ્યકાર અને પદ્મશ્રી પુરસ્કાર વિજેતા દયા પ્રકાશ સિંહાનું આજે શુક્રવારે સવારે ૯:૩૦ વાગ્યે નોઈડાના સેક્ટર ૨૬ સ્થિત તેમના નિવાસસ્થાને ૯૧ વર્ષની વયે દુઃખદ અવસાન થયું છે. તેમના નિધનના સમાચારથી સાહિત્ય અને નાટ્ય જગતમાં શોકની લહેર વ્યાપી ગઈ છે.
ઉત્તર પ્રદેશના કાસગંજમાં ૧૯૩૫માં જન્મેલા સિંહા એક નિવૃત્ત IAS અધિકારી હતા, જેમણે ઉત્તર પ્રદેશ સંગીત નાટક અકાદમીના પ્રમુખ અને ફીજીમાં ભારતના પ્રથમ સાંસ્કૃતિક સચિવ તરીકે પણ સેવા આપી હતી. તેમના નાટક "સમ્રાટ અશોક" માટે તેમને ૨૦૨૧માં સાહિત્ય અકાદમી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમના સ્ટાફ સભ્યએ જણાવ્યું કે તેઓ છેલ્લા બે મહિનાથી ખૂબ જ નબળાઈ અનુભવતા હતા અને તાજેતરમાં કવિ રહીમ દાસના જીવન પર એક લેખ લખી રહ્યા હતા. તેમનો પાર્થિવ દેહ પર શનિવારે સવારે લગભગ ૧૨:૦૦ વાગ્યે સેક્ટર ૯૪ સ્થિત નિવાસસ્થાને અંતિમ સંસ્કાર કરવામાં આવશે.
સાહિત્ય અકાદમીના પ્રમુખ ડૉ. ચંદ્રશેખર કંબરે શોક વ્યક્ત કરતાં કહ્યું કે, "સિંહાજીનું નિધન હિન્દી રંગભૂમિ માટે એક અપૂર્ણ નુકસાન છે. તેમની કૃતિઓ આવનારી પેઢીઓને પ્રેરણા આપતી રહેશે."
હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મહત્વના સમાચારો ઊડતી નજરે.... 9:30 AM