હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
BAPS સંસ્થાના વડા પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજનું છોટી કાશી જામનગરને આંગણે ભવ્ય આગમન
અમેરિકા અક્ષરધામ અને દુબઈ મંદિરના નિર્માતા શ્રી ગુરુહરિએ ગોંડલમાં દિવાળી-અન્નકૂટ ઉત્સવ બાદ જામનગરમાં પધરામણી કરી : હજારો હરિભક્તોએ તપ-વ્રત અને લાખો માળાના અર્ધ્ય સાથે કર્યું સ્વાગત : સ્વામીજીએ નવા વર્ષના આશીર્વાદ પાઠવ્યા

જામનગર, મુકુંદ બદીયાણી દ્વારા, તા. ૦૭ નવેમ્બર, ૨૦૨૫ : બીએપીએસ (BAPS) સ્વામિનારાયણ સંસ્થાના વડા પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજનું છોટી કાશી તરીકે ઓળખાતા જામનગરને આંગણે ભવ્ય આગમન થયું છે. અમેરિકાના અક્ષરધામ અને દુબઈ-અબુધાબી મંદિરના નિર્માણ જેવા ભગીરથ કાર્યોના પ્રણેતા ગુરુહરિ ગોંડલમાં દિવાળી અને અન્નકૂટ ઉત્સવનો લાભ આપીને આજે જામનગર પધાર્યા હતા.
ભક્તો દ્વારા અદભૂત સ્વાગત
જામનગર બીએપીએસ સ્વામિનારાયણ મંદિરે પધારેલા શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજ અને મહંતસ્વામી મહારાજનું સ્વાગત અત્યંત ભાવસભર વાતાવરણમાં કરવામાં આવ્યું હતું:
* બાળકો અને યુવાનોએ વિવિધ વેશભૂષા ધારણ કરી અને ધજા ફરકાવીને ગુરુહરિને આવકાર્યા.
* મહિલા અને યુવતી ભક્તોએ ખૂબ જ સુંદર અને કલાત્મક રંગોળીઓ રચીને સ્વાગત કર્યું.
ઠાકોરજીના દર્શન કર્યા બાદ મહંતસ્વામી મહારાજ સ્વાગત સમારોહમાં પધાર્યા હતા. સભાગૃહમાં જામનગર ઉપરાંત ખંભાળિયા, ભાણવડ, જામજોધપુર વગેરે ક્ષેત્રોના હજારો હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા. આ તમામ ભક્તો વતી કોઠારી પૂજ્ય ધર્મનિધિ સ્વામી તથા અન્ય સંતોએ ગુરુહરિને ભવ્ય હારતોરાથી વધાવ્યા હતા.
વિશિષ્ટ તપ-વ્રતનું અર્ધ્ય
પ્રગટ ગુરુહરિના આગમનને હજારો હરિભક્તોએ વિશિષ્ટ ભક્તિ દ્વારા આવકાર્યું હતું. ભક્તોએ મહંતસ્વામી મહારાજની પ્રસન્નતાર્થે નીચે મુજબના તપ-વ્રત અને ભક્તિસભર કાર્યક્રમોનું અર્ધ્ય અર્પણ કર્યું હતું:
* તપ-વ્રત: નિર્જળા, સજળા ઉપવાસ, ધારણા-પારણા વ્રત અને ભાવતી વસ્તુઓનો ત્યાગ.
* ભક્તિ: લાખો માળા, પ્રદક્ષિણા, દંડવત્, પંચાંગ પ્રણામ, શાસ્ત્ર પઠન અને સહજાનંદ નામાવલિ પાઠ.
મહંતસ્વામી મહારાજના આશીર્વાદ
મહંતસ્વામી મહારાજે તમામ ભક્તોનું સ્વાગત સ્વીકારીને આશીર્વાદ આપતાં જણાવ્યું હતું કે, "અહીં આવી અમને પણ ખૂબ આનંદ થયો. આપ સર્વેની સેવા-ભક્તિ ખૂબ અદભૂત છે અને ઉત્તરોત્તર વધતી રહે છે તે અભિનંદનને પાત્ર છે." અંતમાં, ગુરુહરીએ જામનગરના તમામ ભક્તોને નવા વર્ષના આશીર્વાદ પાઠવ્યા હતા. (તસ્વીરો - કિંજલ કારસરીયા, જામનગર)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
