હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મહત્વના સમાચારો ઊડતી નજરે.... 9:30 AM

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આ બોટમાં આશરે 7 ભારતીય ખલાસીઓ સવાર હતા. PMSA દ્વારા પકડીને પોતાની કસ્ટડીમાં લેવામાં આવ્યા હોવાની શંકા છે. પાકિસ્તાની એજન્સી દ્વારા ભારતીય બોટ પર ફાયરિંગ કરવામાં આવ્યું હોવાની પણ ચર્ચા છે. ભારતીય એજન્સીઓ દ્વારા આ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે.
મળતી વિગતો મુજબ અપહરણ કરાયેલી આ ફિશિંગ બોટ ઓખા પોર્ટની હોવાનું જાણવા મળ્યું છે. જો કે, બોટ પર સવાર તમામ 8 માછીમારો ગીર સોમનાથ જિલ્લાના હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. આ માછીમારો મારવાડની એક બોટ પર સવાર થઈને અરબ સાગરમાં પોરબંદર નજીક પોતાની રોજીરોટી માટે માછીમારી કરી રહ્યા હતા. તે જ સમયે પાકિસ્તાન મરીન સિક્યુરિટી એજન્સીના જવાનોએ ત્યાં ઘૂસણખોરી કરી ભારતીય બોટને આંતરી હતી અને બળજબરીથી બોટ તેમજ તેમાં સવાર તમામ 8 માછીમારોનું અપહરણ કરીને તેમને પાકિસ્તાન તરફ લઈ ગયા હતા
. આ માછીમારોના અપહરણના સમાચાર વાયુવેગે ફેલાતા જ તેમના પરિવારજનો ચિંતામાં ગરકાવ થઈ ગયા છે. પાકિસ્તાન દ્વારા અવારનવાર થતી આ અપહરણની પ્રવૃત્તિઓને કારણે સમગ્ર માછીમાર સમાજમાં ચિંતા અને ભયનો માહોલ સર્જાયો છે.
હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મહત્વના સમાચારો ઊડતી નજરે.... 9:30 AM