<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 7th November 2025

"મારાથી મોટો માફિયા કોણ છે? માફિયા નંબર ૧ તમારી સામે ઉભો છે" - આઝમ ખાનના નિવેદનથી ખળભળાટ

તેમના આ નિવેદનનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં રાજકીય આક્ષેપબાજી શરૂ થઈ ગઈ છે.

રામપુર : સમાજવાદી પાર્ટીના વરિષ્ઠ નેતા આઝમ ખાને રામપુરમાં એક જનસભાને સંબોધિત કરતા ફરી એકવાર વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. 

 

તેમણે શાસક પક્ષ પર કટાક્ષ કરતા કહ્યું કે, "મારાથી મોટો માફિયા કોણ છે? માફિયા નંબર ૧ તમારી સામે ઉભો છે." તેમના આ નિવેદનનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં રાજકીય આક્ષેપબાજી શરૂ થઈ ગઈ છે.

 

પોતાના તીખા નિવેદનો માટે જાણીતા આઝમ ખાને તાજેતરમાં રામપુરમાં એક સભામાં ભાજપ સરકાર પર નિશાન સાધ્યું હતું. તેમના પર ચાલતા અસંખ્ય કેસો અને 'લેન્ડ માફિયા'ના આરોપોનો ઉલ્લેખ કરતા તેમણે વ્યંગાત્મક શૈલીમાં કહ્યું, "તમે કોને શોધી રહ્યા છો? મારાથી મોટો માફિયા કોણ હોઈ શકે? માફિયા નંબર ૧ તો તમારી સામે જ ઉભો છે." 

 

તેમણે વધુમાં કહ્યું કે તેમના પર અનેક કેસ એટલા માટે છે કારણ કે તેમણે ગરીબો માટે શૈક્ષણિક સંસ્થાઓ બનાવી. આઝમ ખાનના આ ખુલ્લા પડકાર જેવા નિવેદનથી રાષ્ટ્રીય રાજકારણમાં ચર્ચા જાગી છે. (પ્રતિકાત્મક તસવીર)

(9:41 PM IST)