હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Friday, 7th November 2025
બિહારમાં રેકર્ડ બ્રેક મતદાનના પગલે કોંગ્રેસનો દાવો - 'સત્તા પરિવર્તન સાથે એનડીએના ૧૨ મંત્રીઓ હારી રહ્યા છે
બિહાર વિધાનસભા ચૂંટણીના મતદાનના આંકડા સામે આવ્યા બાદ રાજકીય ગરમાવો વધી ગયો છે.

બિહાર : બિહાર વિધાનસભા ચૂંટણી ૨૦૨૫ના પ્રથમ તબક્કામાં થયેલા રેકોર્ડ ૬૪% મતદાનને કોંગ્રેસે 'સત્તા પરિવર્તન'નો સ્પષ્ટ સંકેત ગણાવ્યો છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને બિહાર પ્રભારી રાજીવ શુક્લાએ દાવો કર્યો છે કે આ ભારે મતદાન શાસક એનડીએ ગઠબંધન વિરુદ્ધ છે. તેમણે એવો પણ વિશ્વાસ વ્યક્ત કર્યો કે આ ચૂંટણીમાં એનડીએ સરકારના ૧૨ મંત્રીઓ પોતાની બેઠક ગુમાવી રહ્યા છે.
વિગતવાર જોઈએ તો બિહાર વિધાનસભા ચૂંટણીના મતદાનના આંકડા સામે આવ્યા બાદ રાજકીય ગરમાવો વધી ગયો છે. આ વખતે બિહારમાં રેકોર્ડ ૬૪ ટકા મતદાન નોંધાયું છે, જેને લઈને મહાગઠબંધન ઉત્સાહિત છે. કોંગ્રેસે દાવો કર્યો હતો કે કોંગ્રેસનું આંતરિક મૂલ્યાંકન દર્શાવે છે કે આ જનઆક્રોશને કારણે નીતિશ કુમાર અને ભાજપ ગઠબંધનના ૧૨ જેટલા મંત્રીઓ આ ચૂંટણીમાં હારનો સામનો કરી રહ્યા છે.
(9:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
