હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
બિહાર ચૂંટણીમાં 'વોટ ચોરી' વિવાદ ગરમાયો: બ્રાઝિલિયન મૉડેલ પછી પુણેની વકીલ 'ઉર્મી' પર કોંગ્રેસના ગંભીર આરોપો!
સોશિયલ મીડિયા પર ઈન્ક માર્ક સાથે સેલ્ફી પોસ્ટ કરી: 'Voted for a Modi-fied India. Jaai ke vote daali, Bihar'; વિપક્ષે મલ્ટી-સ્ટેટ વોટિંગનો આરોપ મૂક્યો: "મેં મહારાષ્ટ્રમાં વોટ આપ્યો હતો. Calm down, Bihar! હવે તમારી વારી છે!"

પુણે : બિહાર વિધાનસભા ચૂંટણી વચ્ચે 'વૉટ ચોરી'નો વિવાદ વધુ ગરમાયો છે, જેમાં હવે પુણેની એક સક્રિય સોશિયલ મીડિયા યુઝર અને વકીલ ઉર્મી ચર્ચાના કેન્દ્રમાં આવી ગયા છે. કોંગ્રેસ અને આરજેડીએ ઉર્મીની એક સોશિયલ મીડિયા પોસ્ટને લઈને ભાજપ પર મલ્ટી-સ્ટેટ વોટિંગ દ્વારા 'ફર્ઝી જનાદેશ' તૈયાર કરવાનો ગંભીર આરોપ મૂક્યો છે.
ઉર્મી, જે પુણેની રહેવાસી છે અને સોશિયલ મીડિયા પર સક્રિય છે, તેમણે પોતાની આંગળી પર શાહીના નિશાન સાથે એક સેલ્ફી પોસ્ટ કરી હતી. આ પોસ્ટમાં તેમણે લખ્યું હતું: "Voted for a Modi-fied India. Jaai ke vote daali, Bihar." (મેં મોદી-યુક્ત ભારત માટે વોટ કર્યો. બિહારવાળાઓ, જઈને વોટ નાખો.)
આ પોસ્ટ તરત જ વાયરલ થઈ ગઈ, અને વિપક્ષે પ્રહારો શરૂ કર્યા. આરજેડી પ્રવક્તા પ્રિયંકા ભારતીએ દાવો કર્યો કે, "૨૦૨૪માં મેડમે મહારાષ્ટ્રમાં વોટ આપ્યો, ૨૦૨૫માં બિહારમાં! આ લોકો ખુલ્લેઆમ સિસ્ટમને પોતાની જેબમાં લઈને ફરે છે." આ વિવાદે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી દ્વારા હરિયાણા ચૂંટણી દરમિયાન ઉઠાવવામાં આવેલા 'બ્રાઝિલિયન હેરડ્રેસર'ની તસવીરોના ૨૨ વખત ઉપયોગના આરોપોને વધુ હવા આપી છે.
જોકે, વધતા વિવાદ પર ઉર્મીએ ખુલાસો કર્યો છે કે તેમણે બિહારમાં વોટ આપ્યો નથી. તેમનો પોસ્ટ માત્ર બિહારના મતદારોને પ્રેરિત કરવા માટેનો હતો. તેમણે કહ્યું, "મેં કહ્યું હતું 'I voted', પણ એવું નહોતું કહ્યું કે આજે વોટ આપ્યો. બધા જાણે છે કે મેં મહારાષ્ટ્રમાં વોટ આપ્યો હતો. Calm down, Bihar! હવે તમારી વારી છે."









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
