<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 7th November 2025

યુરોપનું રહસ્યમય ડ્રોન સંકટ: આકાશમાં ફરતા જોખમ સામે નેતાઓ મૌન કેમ?

સંવેદનશીલ વિસ્તારો અને પરમાણુ સુવિધા નજીક ડ્રોનનો દેખાવ; રશિયા પર સીધો આરોપ ન મૂકવા પાછળ બે મુખ્ય મજબૂરીઓ હોવાનો ખુલાસો

બ્રસેલ્સ : વૈશ્વિક યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે, યુરોપના આકાશમાં 'રહસ્યમય ડ્રોન'નો ભય વધી રહ્યો છે. છેલ્લા કેટલાક મહિનાઓથી આ અજાણ્યા ડ્રોન બેલ્જિયમ એરપોર્ટ, લિથુઆનિયા અને ડેનમાર્કમાં હવાઈ સેવાઓને ખોરવી રહ્યા છે, અને સૌથી ચિંતાજનક બાબત એ છે કે બ્રસેલ્સમાં NATO અને યુરોપિયન યુનિયનના મુખ્ય મથક તેમજ એક મુખ્ય બેલ્જિયન બેઝ (જ્યાં યુએસ પરમાણુ સુવિધા હોવાનો દાવો છે) નજીક પણ આ ડ્રોન જોવા મળ્યા છે.

આટલું મોટું જોખમ હોવા છતાં, યુરોપિયન નેતાઓ આ ડ્રોનને તોડી પાડવામાં અથવા તેના માટે રશિયા પર ખુલ્લેઆમ દોષારોપણ કરવામાં અચકાઈ રહ્યા છે.

યુરોપિયન નેતાઓના મૌન પાછળના ૨ મુખ્ય કારણો
ગુપ્તચર એજન્સીઓ માટે માથાનો દુખાવો બની રહેલા આ ડ્રોન મામલે યુરોપિયન દેશો શા માટે ચૂપ છે, તેના બે સંભવિત કારણો સામે આવ્યા છે:

૧. રશિયા વિરુદ્ધ પુરાવાનો અભાવ: યુરોપિયન દેશો પાસે આ ડ્રોન પાછળ રશિયાનો હાથ છે તે સાબિત કરવા માટે નિશ્ચિત પુરાવાઓનો અભાવ હોઈ શકે છે. આના કારણે તેઓ કોઈપણ સીધી લશ્કરી કાર્યવાહી કે રાજદ્વારી સંઘર્ષ ટાળી રહ્યા છે.

૨. નોર્ડ સ્ટ્રીમ પાઇપલાઇન વિવાદનું દબાણ: ૨૦૨૨માં થયેલા નોર્ડ સ્ટ્રીમ પાઇપલાઇન પરના હુમલાનો ભૂતકાળનો અનુભવ યુરોપને ફફડાવી રહ્યો છે. તે સમયે રશિયા પર સર્વસંમતિથી આરોપ મૂકવામાં આવ્યો હતો, પરંતુ પાછળથી અહેવાલોમાં સામે આવ્યું કે આ હુમલો યુક્રેનિયન હિટ ટીમ દ્વારા કરવામાં આવ્યો હતો. આના કારણે યુરોપ હવે કોઈ પણ સંવેદનશીલ ઘટનામાં તાત્કાલિક નિષ્કર્ષ પર આવવાથી ડરી રહ્યું છે, કારણ કે તેમને ભય છે કે ડ્રોન કેસમાં પણ આવી જ ખોટી વાર્તા હોઈ શકે છે.

ફિનિશ રાષ્ટ્રપતિ એલેક્ઝાન્ડર સ્ટબે પણ ધમકી સ્વીકારવા છતાં, યુરોપિયન દેશો વચ્ચે ડ્રોનને તોડી પાડવા અંગે કોઈ ચર્ચા થઈ ન હોવાનું સ્પષ્ટ કર્યું છે.

 

(9:54 PM IST)