હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
બિહારમાં ૬૪ ટકાથી વધુ મતદાન એ "એનડીએ"ની વાપસીનો સ્પષ્ટ સંકેત, ફરી બનાવીશું સરકાર: કેન્દ્રીય ગૃહમંત્રી શાહનો દાવો
તેમણે ઘૂસણખોરો સામે કડક કાર્યવાહી કરવાની સરકારની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો

નવી દિલ્હી/પટના: બિહાર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના ભારે મતદાન બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે એનડીએની જીતનો પ્રબળ વિશ્વાસ વ્યક્ત કર્યો છે. તેમણે જણાવ્યું કે સાઠ ટકાથી વધુ મતદાન એ સ્પષ્ટ કરે છે કે બિહારની જનતા ફરી એકવાર એનડીએને સત્તામાં લાવી રહી છે. આ સાથે જ તેમણે ઘૂસણખોરો સામે કડક કાર્યવાહી કરવાની સરકારની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો.
બિહાર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન ૬ નવેમ્બરના રોજ પૂર્ણ થયું છે. પ્રથમ તબક્કામાં થયેલા 'બમ્પર' મતદાન પર કેન્દ્રીય ગૃહમંત્રી અને ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના વરિષ્ઠ રણનીતિકાર અમિતભાઈએ મોટી પ્રતિક્રિયા આપી છે. તેમણે દાવો કર્યો છે કે આ ઊંચું મતદાન સ્પષ્ટપણે દર્શાવે છે કે બિહારની જનતા ફરી એકવાર રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધન (એનડીએ) પર પોતાનો વિશ્વાસ વ્યક્ત કરી રહી છે.
એક નિવેદનમાં શ્રી શાહે જણાવ્યું કે, "પ્રથમ તબક્કામાં થયેલું સાઠ ટકાથી વધુ મતદાન એ સ્પષ્ટ સંકેત છે કે બિહારની જનતાએ ફરી એકવાર એનડીએના શાસન પર મહોર મારવાનું મન બનાવી લીધું છે.
આ જનાદેશ મહાગઠબંધનની વિરુદ્ધ અને વિકાસની તરફેણમાં છે
તેમણે પૂરા આત્મવિશ્વાસ સાથે કહ્યું કે એનડીએ ગઠબંધન બિહારમાં પૂર્ણ બહુમતી સાથે ફરી એકવાર સરકાર બનાવશે. આ સાથે જ, અમિત શાહે બિહારની રેલીઓમાં સતત ઉઠાવવામાં આવતા ઘૂસણખોરીના મુદ્દે પણ પોતાની સરકારની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો.
તેમણે સ્પષ્ટ કહ્યું કે બિહારમાં એનડીએ સરકાર બન્યા બાદ ઘૂસણખોરો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે અને રાજ્યની સીમાઓની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવશે.
અમિતભાઈના આ નિવેદનથી ભાજપ અને એનડીએના કાર્યકરોમાં નવો જોશ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
