હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
સોનાના ભાવ ગગડ્યા: ૨૧ દિવસમાં ભાવ ૧૦,૬૪૩ રૂપિયા ઘટ્યો, રોકાણકારોમાં નફાખોરી

તહેવારોની મોસમ પૂરી થતાં અને આંતરરાષ્ટ્રીય બજારમાં ડોલર મજબૂત થવાથી સોનાના ભાવમાં મોટો ઘટાડો નોંધાયો છે. છેલ્લા ત્રણ સપ્તાહમાં ૧૦ ગ્રામ સોનાનો ભાવ ૧૦,૬૪૩ રૂપિયા તૂટ્યો છે. શુક્રવારે ભાવ ઘટીને ૧,૨૦,૨૩૧ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ પર પહોંચી ગયો હતો.
છેલ્લા કેટલાક સમયથી આસમાને પહોંચેલા સોનાના ભાવમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે, જેનાથી ગ્રાહકોને રાહત મળી છે. માહિતી અનુસાર, માત્ર ૨૧ દિવસમાં જ સોનાના ભાવમાં પ્રતિ ૧૦ ગ્રામ ૧૦,૬૪૩ રૂપિયાનો મોટો કડાકો બોલાયો છે.
ગત ૧૭ ઓક્ટોબરના રોજ સોનાનો ભાવ પ્રતિ ૧૦ ગ્રામ ૧,૩૦,૮૭૪ રૂપિયાની સર્વકાલીન ઉચ્ચ સપાટીએ પહોંચી ગયો હતો. જોકે, શુક્રવારે, ૭ નવેમ્બરના રોજ, આ ભાવ ઘટીને ૧,૨૦,૨૩૧ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ પર બંધ રહ્યો હતો.
બજાર નિષ્ણાતોના મતે, આ ઘટાડા પાછળ મુખ્યત્વે બે કારણો છે. પ્રથમ, આંતરરાષ્ટ્રીય બજારમાં યુએસ ડોલરનું મજબૂત થવું અને બીજું, ભારતમાં દિવાળી સહિતની તહેવારોની મોસમ પૂરી થતાં સ્થાનિક માંગમાં ઘટાડો થવો. ઊંચા ભાવે પહોંચ્યા બાદ રોકાણકારો દ્વારા નફાખોરી (પ્રોફિટ બુકિંગ) પણ ભાવ ઘટાડા માટે જવાબદાર છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
