હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
શટડાઉન: અમેરિકી સરકારી કામકાજ ઠપ્પ થતાં ઉડ્ડયન ક્ષેત્રે અંધાધૂંધી: હવાઈ ટ્રાફિક નિયંત્રકોની અછતને કારણે ૧૦૦૦થી વધુ ઉડાનો રદ

અમેરિકામાં છ સપ્તાહથી ચાલી રહેલા ઇતિહાસના સૌથી લાંબા સરકારી શટડાઉનની ગંભીર અસરો હવાઈ સેવા પર દેખાઈ રહી છે. હવાઈ ટ્રાફિક નિયંત્રકો (એટીસી) વિના વેતને કામ કરવા મજબૂર બનતા, અમેરિકી ઉડ્ડયન પ્રાધિકરણે (એફએએ) ૪૦ મુખ્ય હવાઈમથકો પર ૧૦ ટકા ઉડાન કાપનો આદેશ આપ્યો છે. શુક્રવારે ૧૦૦૦થી વધુ ઉડાનો રદ થતાં હજારો મુસાફરો અટવાયા હતા. હવે ૨૦ ટકા ઉડાનકાપનો આદેશ પણ આવી શકે છે.
અમેરિકી સંસદમાં રાજકીય ગતિરોધને કારણે ૧ ઓક્ટોબરથી શરૂ થયેલું સરકારી કામકાજ ઠપ્પ (શટડાઉન) થવાની ઘટના હવે સામાન્ય જનજીવનને સીધી અસર કરી રહી છે. દેશની હવાઈ મુસાફરી વ્યવસ્થા ખોરંભાઈ ગઈ છે. હવાઈ ટ્રાફિક નિયંત્રકો 'આવશ્યક કર્મચારીઓ' હોવાથી વિના વેતને કામ કરી રહ્યા છે, પરંતુ કર્મચારીઓની અછત અને થાકને કારણે સુરક્ષા સંબંધી ચિંતાઓ ઉભી થઈ છે.
આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (અમેરિકી ઉડ્ડયન પ્રાધિકરણ) એ શુક્રવારે એક કટોકટી આદેશ જારી કરીને દેશના ૪૦ સૌથી વ્યસ્ત હવાઈમથકો પર ઉડાનોમાં ૧૦ ટકાનો કાપ મૂક્યો છે. આ કાપ તબક્કાવાર લાગુ કરાઈ રહ્યો છે, જે ૧૪ નવેમ્બર સુધીમાં ૧૦ ટકા સુધી પહોંચશે.
આ નિર્ણયના પગલે શુક્રવારે એક હજારથી વધુ ઉડાનો રદ કરવામાં આવી હતી, જેના કારણે એટલાન્ટા, શિકાગો અને ન્યૂયોર્ક જેવા મુખ્ય હવાઈમથકો પર મુસાફરો અટવાયા હતા.
અમેરિકી પરિવહન સચિવ સીન ડફીએ ચેતવણી આપી છે કે જો આ ગતિરોધ ટૂંક સમયમાં ઉકેલાશે નહીં, તો ઉડાનોમાં ૨૦ ટકા સુધીનો મોટો કાપ મૂકવાની ફરજ પડી શકે છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
