<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 8th November 2025

બિહાર વિધાનસભા ચૂંટણીનો જંગ જામ્યો: કોંગ્રેસના સ્ટાર પ્રચારક પ્રિયંકા ગાંધી આજે કદવા અને કસ્બામાં જનસભા ગજવશે

બિહાર વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાના મતદાન પહેલાં પ્રચાર ચરમસીમાએ પહોંચ્યો છે. કોંગ્રેસના મહાસચિવ અને સ્ટાર પ્રચારક પ્રિયંકા ગાંધી આજે, શનિવારે, કટિહાર જિલ્લાના કદવા અને કસ્બા ખાતે ચૂંટણી જનસભાને સંબોધિત કરી રહ્યા છે. તેઓ મહાગઠબંધનના ઉમેદવારો માટે મત માંગશે.

 

બિહારમાં બીજા તબક્કાનું મતદાન ૧૧ નવેમ્બરે યોજાવાનું છે, તે પહેલા તમામ પક્ષોએ પ્રચારમાં પૂરી તાકાત લગાવી દીધી છે. કોંગ્રેસ તરફથી, પ્રિયંકા ગાંધી આજે કટિહાર જિલ્લાના બે મહત્વપૂર્ણ મતવિસ્તારો, કદવા અને કસ્બામાં, 'મહાગઠબંધન'ના ઉમેદવારોના સમર્થનમાં જનસભાઓ કરી રહ્યા છે.

 

ઉલ્લેખનીય છે કે કદવા બેઠક હાલમાં કોંગ્રેસ પાસે જ છે, તેથી આ બેઠક જાળવી રાખવી પક્ષ માટે પ્રતિષ્ઠાનો વિષય છે. પ્રિયંકા ગાંધી તેમની સભાઓમાં બેરોજગારી, મહિલા સુરક્ષા અને ખેડૂતોના અધિકારો જેવા મુદ્દાઓ પર શાસક ગઠબંધન પર પ્રહારો કરે તેવી સંભાવના છે. પ્રથમ તબક્કાનું મતદાન ૬ નવેમ્બરે પૂર્ણ થયું હતું અને મતગણતરી ૧૪ નવેમ્બરે હાથ ધરાશે.

(9:51 AM IST)