ઈમરાન ખાનનું જેલમાં મોત? 3:12 PM
વિજ્ઞાન જગતને મોટી ખોટ: 'ફાધર ઓફ ડીએનએ' તરીકે ખ્યાત નોબેલ પુરસ્કાર વિજેતા જેમ્સ વોટસનનું અવસાન

માનવ જીવનના મૂળભૂત ઘટક 'ડીએનએ'ની બેવડી કુંડળી (ડબલ હેલિક્સ) જેવી સંરચનાની ક્રાંતિકારી શોધ કરનાર અમેરિકન જીવવિજ્ઞાની ડૉ. જેમ્સ વોટસનનું ૯૭ વર્ષની વયે નિધન થયું છે. ૧૯૬૨માં તેમને આ શોધ માટે તબીબી ક્ષેત્રનો નોબેલ પુરસ્કાર એનાયત કરાયો હતો.
આધુનિક જીવવિજ્ઞાન અને તબીબી વિજ્ઞાનને નવી દિશા આપનાર મહાન વૈજ્ઞાનિક ડૉ. જેમ્સ વોટસનનું ગુરુવારે ન્યૂયોર્કમાં ૯૭ વર્ષની વયે અવસાન થયું હતું. તેમના પરિવારે આ સમાચારની પુષ્ટિ કરી છે. ડૉ. વોટસન 'ફાધર ઓફ ડીએનએ' તરીકે વિશ્વભરમાં પ્રખ્યાત હતા.
વર્ષ ૧૯૫૩ માં, ડૉ. વોટસને તેમના સાથી વૈજ્ઞાનિક ફ્રાન્સિસ ક્રિક સાથે મળીને ડીએનએની 'ડબલ હેલિક્સ' એટલે કે બેવડી કુંડળી જેવી સંરચનાની શોધ કરી હતી. આ શોધને ૨૦મી સદીની સૌથી મહત્વપૂર્ણ વૈજ્ઞાનિક શોધોમાંની એક ગણવામાં આવે છે.
આ સંરચનાએ સમજાવ્યું કે કેવી રીતે આનુવંશિક માહિતી એક પેઢીમાંથી બીજી પેઢીમાં જાય છે.
વિજ્ઞાનમાં તેમના આ અમૂલ્ય યોગદાન બદલ, ડૉ. જેમ્સ વોટસન, ફ્રાન્સિસ ક્રિક અને મોરિસ વિલ્કિન્સને સંયુક્ત રીતે ૧૯૬૨ માં તબીબી શાખાનો પ્રતિષ્ઠિત નોબેલ પુરસ્કાર આપવામાં આવ્યો હતો.
તેમની શોધથી જિનેટિક્સ, દવા અને ફોરેન્સિક સાયન્સ જેવા ક્ષેત્રોમાં ક્રાંતિ આવી. તેમના નિધનથી વિજ્ઞાન જગતે એક મહાન સંશોધક ગુમાવ્યા છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
