હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Saturday, 8th November 2025
અંતિમ સંસ્કાર કરી નાખ્યા એના ત્રણ દિવસ પછી દીકરો જીવતો પાછો આવ્યો

સૂરજપુર,તા.૦૮: છત્તીસગઢના સૂરજપુરમાં એક ફિલ્મી કહાની જેવી ઘટના ઘટી ગઈ. પુરુષોત્તમ નામનો યુવક ગાયબ હતો. એ જ અરસામાં પોલીસને કૂવામાં પડેલું સડી ગયેલું શબ મળ્યું હતું. પોલીસે એ જ પુરુષોત્તમનું શબ છે એમ કહીને પરિવારજનોને થમાવી દીધું. પરિવારે પણ દીકરાના મૃત્યુ પર ચોધાર આંસુ સારીને શબના અંતિમ સંસ્કાર કરી દીધા. જોકે આ ઘટનાના ૩ દિવસ પછી અચાનક પુરુષોત્તમ ઘરે આવી પહોંચતાં પરિવાર ચોંકી ગયો હતો. પુરુષોત્તમને જીવતો જોઈને પોલીસ પણ સફાળી ગામમાં આવી પહોંચી હતી. હવે પોલીસ એ શોધી રહી છે કે જે શબને તેમણે પુરુષોત્તમ સમજીને આપી દીધું એ હકીકતમાં કોનું હતું?
(10:08 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
