<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 8th November 2025

ઠગોએ સાંસદને પણ ન છોડયાઃ ખાતામાંથી ઉઠાવી લીધા ૫૬ લાખ

કોલકાતામાં તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના વરિષ્ઠ નેતા અને સાંસદ કલ્‍યાણ બેનર્જી એક મોટા સાયબર ફ્રોડનો ભોગ બન્‍યા

કોલકાતા,તા.૦૮: કોલકાતામાં તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના વરિષ્ઠ નેતા અને સાંસદ કલ્‍યાણ બેનર્જી એક મોટા સાયબર ફ્રોડનો ભોગ બન્‍યા હોવાનું મીડિયા રિપોર્ટમાં સામે આવ્‍યું છે. જે મુજબ સાયબર ઠગોએ તેમના સ્‍ટેટ બેંક ઓફ ઇન્‍ડિયા (SBI)ના ખાતામાંથી આશરે ૫૬ લાખ રૂપિયા કાઢી લીધા છે. આ મામલો ત્‍યારે સામે આવ્‍યો જ્‍યારે બેંક તરફથી અનધિકૃત લેવડ-દેવડની માહિતી મળતાં જ સાયબર ક્રાઇમ સેલમાં ઔપચારિક ફરિયાદ નોંધાવવામાં આવી.

પોલીસ સૂત્રોના જણાવ્‍યા અનુસાર, જ્‍યારે બેંકની સિસ્‍ટમને ખાતામાં શંકાસ્‍પદ ટ્રાન્‍ઝેક્‍શનની ખબર પડી, ત્‍યારે બેંકને સાયબર ફ્રોડની જાણ થઈ. ત્‍યારબાદ બેંક અધિકારીઓએ તાત્‍કાલિક એકાઉન્‍ટ ફ્રીઝ કર્યું અને સાયબર ક્રાઈમ શાખાને જાણ કરી. પ્રાથમિક તપાસમાં સામે આવ્‍યું છે કે હેકર્સે કોઈક રીતે સાંસદના બેંક લોગિન ક્રેડેન્‍શિયલ્‍સ સુધી પહોંચ મેળવી અને પૈસા ટ્રાન્‍સફર કર્યા.

સાયબર સેલે આ મામલાની તપાસ શરૂ કરી દીધી છે અને જે ખાતાઓમાં પૈસા ટ્રાન્‍સફર કરવામાં આવ્‍યા છે તેની ઓળખ કરવામાં આવી રહી છે. અધિકારીઓએ જણાવ્‍યું કે, લેવડ-દેવડ દરમિયાન વપરાયેલા આઈપી એડ્રેસ, બેંક સર્વર લોગ્‍સ અને મોબાઇલ નંબરની તકનીકી તપાસ ચાલુ છે. પ્રારંભિક રિપોર્ટ્‍સમાં સંકેત મળ્‍યો છે કે, ઠગોએ ‘ફિશિગ' અથવા ‘રિમોટ એક્‍સેસ માલવેર' જેવી પદ્ધતિઓનો ઉપયોગ કર્યો હોઈ શકે છે.

હાલ સાંસદ કલ્‍યાણ બેનર્જી તરફથી કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્‍યું નથી. બેનર્જી પヘમિ બંગાળના સેરામપુર લોકસભા ક્ષેત્રનું પ્રતિનિધિત્‍વ કરે છે અને ટીએમસીના મુખ્‍ય ચહેરાઓમાંથી એક છે. આ ઘટનાએ રાજ્‍યના રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચાવી દીધો છે.

પોલીસ અધિકારીઓનું કહેવું છે કે, આ અંગેની તપાસ ચાલુ છે. આ ઘટનાએ ફરી એક વાર સાબિત કરી દીધું છે કે સાયબર અપરાધીઓ હવે માત્ર સામાન્‍ય નાગરિકોને જ નહીં, પરંતુ ઉચ્‍ચ હોદ્દા બેઠેલા જનપ્રતિનિધિઓને પણ નિશાન બનાવી રહ્યા છે. નિષ્‍ણાતોએ નાગરિકોને તેમના બેંકિગ ક્રેડેન્‍શિયલ્‍સ અને ઓનલાઇન ટ્રાન્‍ઝેક્‍શનને લઈને સતર્ક રહેવાની અપીલ કરી છે

(10:06 AM IST)