News of Saturday, 8th November 2025
તમિલનાડુમાં ૬,૭૦૦ ટન સોનું : ભારતમાં સૌથી વધુ સોનાનો ભંડાર ધરાવતું રાજ્ય

નવી દિલ્હી, તા.૮: વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના અહેવાલ મુજબઃ તમિલનાડુના ઘરોમાં સામૂહિક રીતે આશરે ૬,૭૨૦ ટન સોનું છે.આ રકમ ભારતના કુલ સોનાના ભંડારના આશરે ૨૮% છે. રાજ્યપાસે રાખેલા સોનાનો આ જથ્થો જર્મની, ઇટાલી અને રશિયા જેવા દેશોના સાર્વભૌમ સોનાના ભંડાર કરતાં વધુ છે.આ દર્શાવે છે કે સોનું લાંબા સમયથી તમિલનાડુની સંસ્કળતિ અને વારસાનો એક મહત્વપૂર્ણ ભાગ રહ્યું છે, અને કટોકટીના સમયમાં નાણાકીય સુરક્ષાનો મુખ્યસ્ત્રોત પણ છે.
(3:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
